Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત થયા છે. રાજસ્થાનના ભરતપુરમાં અકસ્માત થતાં ગુજરાતના ભાવનગરના 11 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને તંત્રના જણાવ્યા પ્રમાણે હજુ પણ મૃતકોની સંખ્યા વધી શકે છે.
મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 6 મહિલાઓ અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ગુજરાતના ભાવનગરના ડીહોરી ગામનાં વતની છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસ ગુજરાતનાં ભાવનગરથી મથુરા જઈ રહી હતી. આ બસ ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે અચાનક પલટી ગઈ હતી. બસ પલટી ગયા બાદ ડ્રાઇવર અને તેના સાથી સહિત અન્ય મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. ડ્રાઈવર અને તેના સાથી બસને ઠીક કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત પડેલાં લોકોને પડેલા જોતા પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે, સવારે લગભગ ચાર વાગે બસમાં થોડી સમસ્યા હતી. આથી બસ હંતારા પુલ પાસે ઊભી હતી. ડ્રાઈવર અને અન્ય એક ડીઝલ લેવા ગયા હતા અને લગભગ 10-12 મુસાફરો બસમાંથી નીચે ઉતરીને બસની પાછળ જઈને ઊભા હતા. આ દરમિયાન ઝડપથી આવતી ટ્રકે બધાને કચડી નાખ્યા હતા. મુસાફરે જણાવ્યું કે તેઓ મંગળવારે રાત્રે 10 વાગ્યે પુષ્કરથી રાત્રિભોજન કરીને વૃંદાવન જવા રવાના થયા હતા. બસમાં કુલ 57 મુસાફરો સવાર હતા.
મૃતકોના નામ
અંતુભાઈ લાલજીભાઈ ગયાણી- 55 વર્ષ
નંદરામભાઈ મથુરભાઈ ગયાણી- 68 વર્ષ
લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
ભરતભાઈ ભીખાભાઈ
લાલજીભાઈ મનજીભાઈ
અંબાબેન જીણાભાઈ
કંબુબેન પોપટભાઈ
રામુબેન ઉદાભાઈ
મધુબેન અરવિંદભાઈ દાગી
અંજુબેન થાપાભાઈ
મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે મૃતકોને 4-4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने ट्रक और बस के बीच टक्कर में 11 लोगों की मौत पर शोक व्यक्त किया। https://t.co/It9OfyFiwW pic.twitter.com/DOASVwh9Mf
— ANI_HindiNews (@AHindinews) September 13, 2023
રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
