Homeગુર્જર નગરીસુરત અને રાજકોટને મળ્યા નવા મેયર, જાણો કોને મળ્યું ક્યું પદ ?

સુરત અને રાજકોટને મળ્યા નવા મેયર, જાણો કોને મળ્યું ક્યું પદ ?

Team Chabuk-Gujarat Desk: ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના નવા મેયર સહિતના હોદ્દેદારોની વરણી બાદ આજે સુરત અને રાજકોટ મહાનગરપાલિકાને પણ નવા મેયર સહિતના હોદ્દેદારો મળ્યા છે. સુરતના નવા મેયર (new mayor) તરીકે દક્ષેશ માવાણીની (dakshesh mavani) પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની નિયુક્તિ કરવામાં આવી છે.

RAJKOT AND SURAT MAYOR

તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની (naynaben pedhadiya) વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિયુક્તિ કરાઈ છે અને શાસક પક્ષના નેતા તરીકે મનીષ રાડીયાની પસંદગી કરાઈ છે. તો દંડકનું પદ લીલુબેન જાદવને અપાયું છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણીમાં જ્ઞાતિ સમીકરણો ધ્યાને લેવામાં આવ્યા છે. પહેલાથી જ ચર્ચા હતી કે રાજકોટના નવા મેયર તરીકે લેઉવા પાટીદાર સમાજમાંથી ચહેરો પસંદ કરવામાં આવશે. ત્યારે નવા મેયર તરીકે વોર્ડ નંબર-4ના કોર્પોરેટર અને લેઉવા પાટીદાર સમાજના નયનાબેન પેઢડીયાની વરણી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે ક્ષત્રિય સમાજનો ચહેરો પસંદ કરાયો છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બ્રાહ્મણ જ્ઞાતિના જયમીન ઠાકરની પસંદગી કરાઈ છે.

જામનગર અને ભાવનગરને પણ મળ્યા નવા મેયર

જામનગરમાં પણ મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવનગરના મેયર તરીકે ભરત બારડના નામની અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામની જાહેરાત કરાઈ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments