Homeગુર્જર નગરીવડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ, પોલીસે યુવાનોને કહ્યું- આડી લાઈને ચઢવા કરતાં મહેનત...

વડોદરામાં દારૂની મહેફિલ ઝડપાઈ, પોલીસે યુવાનોને કહ્યું- આડી લાઈને ચઢવા કરતાં મહેનત કરીને ભવિષ્ય બનાવો

Team Chabuk- Gujarat Desk: વડોદરામાં ફરી એકવાર હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ છે. લક્ઝુરિયસ કાર લઈને પાર્ટી કરવા આવેલા નબીરાઓ પાર્ટી કરતાં હતાં ત્યારે જ પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. ત્યારબાદ નાક કપાયેલા નબીરાઓ મોં છુપાવવા લાગ્યા હતા.

તમામ નબીરાઓ ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યૂન ગ્રીનવૂડ બંગલોઝમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. રાજ હિતેશ પંજાબ નામના યુવકની બર્થડે પાર્ટીમાં 10 જેટલા યુવક અને 13 યુવતીઓ પણ સામેલ હતી. પોલસે પહોંચીને તમામ લોકોના બ્લડ રિપોર્ટ લઈ વધુ તપાસ શરૂ કરી હતી. બીજી તરફ વગદાર પિતાઓને જાણ થતાં જ તેઓએ સંસ્કાર ભૂલેલા પોતાના દીકરાઓને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા. જો કે, પોલીસ સામે તેમની એક ન ચાલી. પોલીસે કાર્યવાહી આગળ વધારી હતી. ઘટના સ્થળેથી પોલીસે  વિદેશી દારૂની 5 બોટલ, 4 લક્ઝુરીયસ કાર પણ જપ્ત કરી છે. સાથે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે.

વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ બાતમીને બાતમી મળી હતી કે નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગ્લોઝમાં દારૂની પાર્ટી ચાલી રહી છે. પોલીસે તપાસ કરતાં બાતમી સાચી હોવાનું સામે આવતા જ પોલીસે ટીમ સાથે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાથી નબીરાઓ ગભરાયા હતા. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી. જેમાંથી એક બોટલ આખી ભરેલી હતી. જ્યારે એક બોટલ અડધી ભરેલી હતી અને 3 બોટલ ખાલી હતી. આ ઉપરાંત કોલ્ડ્રીંક્સ, 10 મોબાઇલ અને 4 લક્ઝુરીયસ કાર મળીને પોલીસે કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે કહ્યું કે, યુવતીઓએ દારૂનું સેવન કર્યાનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે. આ ઉપરાંત જે યુવક-યુવતીઓ ઝડપાયા છે તે તમામ કોલેજિયન્સ છે. ઝડપાયેલા નબીરાઓમાંથી 10 યુવકોએ દારૂનું સેવન કર્યાનું જણાતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવાયા હતા. જો આલ્કોહોલનું સેવન કર્યાનું જણાશે તો યુવતીઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કોણે કોણે પીધો દારૂ ?

રાજ હિતેશભાઈ ચગ (પંજાબી)
વાત્સલ્ય પંકજભાઈ શાહ
રોહિત વિષ્ણુભાઈ પટેલ
ધ્રવિલ કેતનભાઈ પરમાર
આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર
શાલિન વિશાલભાઈ શર્મા
માલવેગ કેતનભાઈ પ્રજાપતિ
વ્રજ સચિનભાઈ શેઠ
મારુક સાદ્દીકઅલી પાદરી
વરૂણ ગૌતમભાઈ અમીન

વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણીતું છે પરંતુ આવા નબીરાઓ સંસ્કારી નગરી પર ધૂળ ઉછાળી રહ્યા છે. નાની ઉંમરમાં દારૂની લતે ચઢીને પોતાના ભવિષ્ય સાથે જ ચેડા કરે છે. સારી રીતે અભ્યાસ કરવાની ઉંમરમાં ગુંડાઓ જેવા ખેલ કરતાં આ યુવકો પર કાર્યવાહી કરીને પોલીસે વધુ એક દાખલો બેસાડ્યો છે. સૂત્રોનું માનીએ તો પોલીસે નબીરાઓને આકરા શબ્દોમાં સમજાવ્યા હતા કે આવી આડી લાઈને ચઢવા કરતાં મહેનત કરીને ભવિષ્ય બનાવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments