Team Chabuk-Gujarat Desk: ગુજરાત જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું હોય તેમ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સલાયા અને મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ હવે જામનગરમાંથી હેરોઈન ડ્રગ્સ ઝડપાયું છે. આજે જામનગરના બેડી રોડ પાસેથી વધુ 10 કરોડનો હેરોઈનનો જથ્થો ATSની ટીમે ઝડપી લીધો છે. આજે સોમવારે જામનગરમાંથી વધુ 2 કિલો હેરોઈન ઝડપાયું છે. આ ડ્રગ્સના જથ્થાની કિંમત આશરે 10 કરોડ થાય છે. ATS અને લોકલ પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને આ હેરોઈન ઝડપી પાડ્યું છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સલાયા સહિતના વિસ્તારમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કાંડના આરોપીઓની પૂછપરછમાં જામનગરના બેડી રોડ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ જગ્યાએથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ કાંડના ચાર આરોપીની ATSની ટીમે અટકાયત કરી છે. તેઓના રિમાન્ડ લેવા માટે નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યા નામદાર કોર્ટે તેઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, જોડિયા ગામનો ઝડપાયેલો આરોપી રહિમ હાજીએ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ પટેલીયાની સાથે બોટ લઈ જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ સદર જથ્થામાંથી અમુક જથ્થો રહિમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હતો. જેથી ATSની ટીમે લોકલ પોલીસને સાથે રાખી રહીમ હાજીના જણાવ્યા પ્રમાણે જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઈનનો જથ્થો શોધી કાઢી કબજે કરવામાં આવ્યો છે. જેની કિંમત આશરે રૂપિયા 10 કરોડ છે. આ અંગે હાલ ATSની ટીમે વધુ તપાસ ચાલુ કરેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
