Homeગુર્જર નગરી2018માં રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

2018માં રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં સૌથી વિવાદિત ભરતી જેને ગણવામાં આવે છે તે બિન સચિવાલય ક્લાર્કની ભરતી અંગે મોટા સમાચાર આવ્યા છે. ઉમેદવારો જે ભરતીની પરીક્ષાની લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકૂન,  વર્ગ-3 સંવર્ગ અને સચિવાલયના વિભાગે માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સચિવાલયનાં વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ માટેની ભરતી પરીક્ષા જાહેરાત કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરી 2022 ને રવિવારે બપોરે 12થી 2 દરમિયાન આયોજીત કરવામાં આવશે. આ સંપુર્ણ પરીક્ષા OMR પદ્ધતિ દ્વારા આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા 2018માં રદ્દ કરવામાં આવી હતી. ત્યારથી આ સંવર્ગની તૈયારી કરી રહેલા અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. આ મુદ્દે અનેક આંદોલનો પણ થયા હતા. ગુજરાતની સૌથી વિવાદિત ભરતીઓ પૈકીની એક આ ભરતીની નવી તારીખ આખરે જાહેર થઈ જતાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલાં મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments