Homeગુર્જર નગરીઓનલાઈન ગેમમાં મોટી રકમ હારી જતાં લાખોની ચોરી કરી, પોલીસે આ રીતે...

ઓનલાઈન ગેમમાં મોટી રકમ હારી જતાં લાખોની ચોરી કરી, પોલીસે આ રીતે ઝડપ્યો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ લાખો રુપિયાની ચોરી કરી હતી. નારણપુરામાં મીરાઅંબિકા સ્કૂલ પાસે મહિલાના સોનાની લગડી અને રોકડ ભરેલી બેગની ચીલ ઝડપ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને લુડો ગેમ રમવાની કુટેવ હતી. ચિલ ઝડપ બાદ લુડો ગેમમાં 50 હજાર હારી ગયો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાહીલ સલીમભાઈ મનસુરી ધરપકડ કરી છે. રાહીલની ક્રાઈમ બ્રાન્ચે ખમાસા ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. રાહીલે ગઈકાલે સવારે 10.73 લાખના સોનાના દાગીના અને રોકડની ચીલ ઝડપ કરી હતી. એટલે કે બેંકના લોકરમાં દાગીના મુકવા જઈ રહેલા મહિલા પાસેથી પડાવી લીધા હતા. જેની તપાસ કરતા પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેના આધારે આરોપીનો પીછો કરતા ખમાસા ચાર રસ્તા પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો અને 10.58 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો.

theft

આરોપી રાહીલ મનસુરીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન લુડો રમતો હતો. જે માટે ઘણી મોટી રકમ હારી ગયો છે અને તે માટે આ ચીલ ઝડપ કરી હતી. સાથે જ ચીલ ઝડપ કર્યા બાદ પણ 50000 રૂપિયા તેમાંથી હારી ગયો છે. સાથે જ આરોપીની તપાસ કરતા અગાઉ વાહનચોરી અને ચેન સ્નેચિંગ જેવા સાત ગુનાઓ તેની વિરુદ્ધ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીને પૂછપરછમાં હકીકત સામે આવી કે, ઓનલાઇન લુડો રમતા રમતા ઘણા રૂપિયા હારી ચૂક્યો છે. જોકે તેની આ ટેવ પૂરી કરવા અગાઉ પણ તે ગુના આચરી ચૂક્યો છે. અને જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. ત્યારે આરોપીને પૂછપરછમાં અન્ય કોઈ ગુનાની કબુલાત કે હકીકત સામે આવે છે કે કેમ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments