Team Chabuk-Sports Desk: વર્લ્ડકપ 2023 ચાલુ છે ત્યારે ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ICC એ શ્રીલંકન ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું છે. ICCનો આ નિર્ણય શ્રીલંકાની સંસદે ગુરુવારે સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યા બાદ આવ્યો છે. ઠરાવમાં શ્રીલંકા ક્રિકેટને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને શાસક અને વિપક્ષ બંને પક્ષોએ ટેકો આપ્યો હતો. ICC એ તારણ કાઢ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે તેની તમામ બાબતોને સ્વતંત્ર રીતે સંચાલિત કરવાની જરૂર છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે શાસન અથવા વહીવટમાં કોઈ સરકારી દખલગીરી ન હોય.
શ્રીલંકાની સરકારે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને ગયા ગુરુવારે શ્રીલંકાના ગૃહમાં વિપક્ષ અને વિપક્ષના નેતાઓએ સર્વાનુમતે શ્રીલંકા ક્રિકેટની વર્તમાન ગવર્નિંગ બોડીને બરતરફ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.
શ્રીલંકા સરકારની આ દખલગીરી બાદ ICCએ શુક્રવારે એક બેઠક બોલાવી હતી, જેમાં શ્રીલંકન ક્રિકેટની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આઈસીસીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં સરકારનો આ નિર્ણય પસંદ ન આવ્યો અને તેથી શ્રીલંકા ક્રિકેટની સદસ્યતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી. ICCએ એક સભ્ય તરીકે શ્રીલંકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
ICC કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરે છે તો તે દેશ પ્રતિબંધ હટાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ICC ઈવેન્ટનો ભાગ બની શકશે નહીં. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી શ્રીલંકાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે ત્યાં સુધી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ICCની કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. શ્રીલંકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને આ ઘટનાઓ તેમના ક્રિકેટ ભવિષ્ય માટે ખતરો ઉભી કરી શકે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા