Homeગુર્જર નગરીચોટીલા દર્શન કરી પરત જઈ રહેલા પરિવારને બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત નડ્યો,...

ચોટીલા દર્શન કરી પરત જઈ રહેલા પરિવારને બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત નડ્યો, 10ના મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરના બાવળા-બગોદરા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. રસ્તા પર ઉભેલા ટ્રકની પાછળ સુપર કેરી વાન ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જેમાં 5 મહિલા, 3 બાળક અને 2 પુરુષનો સમાવેશ થાય છે. મૃતકો ચોટીલા દર્શન કરીને મારુતિ સુપર કેરી વાનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી બાવળા-બગોદરા હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 10 લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિ.મી. દૂર થયો છે. અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો મીની ટેમ્પો સુપર કેરીમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોના મોત નિપજ્યા છે. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

bavla-bagodara accident

વાનની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા. ચોટીલા દર્શન કરી પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે બગોદરા-બાવળા વચ્ચે હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 10ને ઈજા પહોંચી છે. 10માંથી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના વતની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

અકસ્માતના પગલે હાઈવે પર લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં હતા. જેને લઈને હાઈવે પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતકના નામ

1. રઈબેન માઘાભાઈ ઝાલા (ઉં.40 સુણદા)
2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા (ઉં. 30 રહે. સુણદા)
3. વિશાલ હિંમતભાઈ ઝાલા (ઉં. 12)
4. અભેસિંગભાઈ સોલંકી (ઉં. 55)
5. જાનકી જેસંગભાઈ સોલંકી(બાળક)
6. વૃશ્ટીકા હિંમતભાઈ ઝાલા (બાળક રહે. સુણદા)
7. કાન્તાબેન જુવાનસિંહ ઝાલા (ઉં. આશરે 45)
8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા (ઉં. આશરે 35)
9. શાન્તાબેન અભેસિંગભાઈ સોલંકી (ઉં. 50)
10. લીલાબેન બાલાજી પરમાર (ઉં. આશરે 55)

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments