Homeગુર્જર નગરીજુનિયર ક્લાર્ક અને તલાટીનું પરિણામ જાહેર, આ વેબસાઈટ પર જઈને કરો ચેક

જુનિયર ક્લાર્ક અને તલાટીનું પરિણામ જાહેર, આ વેબસાઈટ પર જઈને કરો ચેક

Team Chabuk=Gujarat Desk: રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જુનિયર ક્લાર્ક (junior clerk) અને તલાટીની (talati) પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે 3437 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું પરિણામ જાહેર કર્યું છે. બંનેના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર આવી ગયા છે. હજારો ઉમેદવારો માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ હતી.

talati and clerk result

પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટ જોવા માટે https://gpssb.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments