Homeગુર્જર નગરીભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેક આવતા મોત, પરિવારજનો આઘાતમાં

ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેક આવતા મોત, પરિવારજનો આઘાતમાં

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોથી સૌ કોઈ ચિંતિત છે ત્યારે હવે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. યુવાનો બાદ બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. જેના કારણે મેડિકલ નિષ્ણાતો પણ ચિંતામાં મૂકાયા છે. ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીને હાર્ટ એટેક આવતા તે મોતને ભેટી છે. 10 વર્ષીય દીકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ભરૂચના વાલિયાની નિલકમલ સોસાટીમાં રહેતી 10 વર્ષની બાળકી ધોરણ 4માં અભ્યાસ કરી રહી હતી. બાળકીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. એવામાં પરિવાર તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ગેસ્ટ્રોની અસર બાદ બાળકીને હાર્ટ એટેક આવ્યો હોઈ શકે છે.

bharuch heart attack

એસટી બસના ડ્રાઈવરનો આવ્યો હાર્ટ એટેક

બીજી તરફ હવે એસ.ટી બસ ડ્રાઈવરો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. હિંમતનગર-વિજાપુર હાઇવે પર એસટી ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. પાટણથી લુણાવાડા જતી બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને ખાડામાં ઉતારી લેતા પેસેન્જરો સુરક્ષિત બચી ગયા હતા. બાદમાં 108 મારફતે ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments