Homeગુર્જર નગરીઅમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં બંધ પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર

team Chabuk-Gujarat Desk: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસમાં જેલની હવા ખાઈ રહેલા પ્રજ્ઞેશ પટેલના જામીન અંતે મંજૂર થયા છે. અકસ્માત સર્જાયા બાદ મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજૂર કરાયા છે. પ્રજ્ઞેશ પટેલને ગુજરાત છોડીને બહાર ન જવાની શરત પર જામીન આપવામાં આવ્યા છે. પ્રજ્ઞેશ પટેલ 20 જૂનથી જેલમાં બંધ હતો. આમ તે 104 દિવસ બાદ હવે પ્રજ્ઞેશ પટેલ જેલમાંથી બહાર આવશે. અગાઉ પ્રજ્ઞેશ પટેલ દ્વારા મોઢાના કેન્સરની સારવાનું કારણ ધરીને જામીનની અરજી કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

pragnesh patel

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત બાદથી કાર ચાલક તથ્ય પટેલ જેલના સળિયા પાછળ છે, તો અકસ્માત બાદ સ્થળ પર જઈને દાદાગીરી કરનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલમાં મોકલાયા હતા. લાંબા સમયથી જેલથી બંધ પ્રજ્ઞેશ પટેલના જામીન આખરે મંજૂર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર મિત્રો સાથે નીકળેલા તથ્ય પટેલે પૂરપાટ ઝડપે એસ.જી હાઈવે પર જગુઆર કાર હંકારી હતી અને 20થી વધુ લોકોને અડફેટે લીધા હતા. જેમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા હતા તો 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments