Homeગુર્જર નગરીવડાપ્રધાન મોદી 11-12 માર્ચે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 11-12 માર્ચે ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સભાઓ ગજવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ગુજરાત પર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી આગામી 11 અને 12મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ પ્રથમ દિવસે ભવ્ય રોડ-શો મારફતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસીય પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ નીચે મુજબ રહેશે.

11 માર્ચ પ્રથમ દિવસનો કાર્યક્રમ

10 વાગ્યે એરપોર્ટ પર પહોંચશે. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી વડાપ્રધાનને કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ 10.45 થી 1.30 વાગ્યા સુધી કમલમ ખાતે બેઠક મળશે. વડાપ્રધાન સાથેની બેઠકમાં ગુજરાત ભાજપના 500થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે. બપોરે 4 વાગ્યા સુધી વડાપ્રધાન રાજભવન ખાતે રોકાણ કરશે. સાંજે 4 થી 5-30 વાગ્યા દરમિયાન અમદાવાદના જીએમડીસીમાં પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનમાં બેઠક યોજશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

12 માર્ચ બીજા દિવસનો કાર્યક્રમ

12 માર્ચે સવારે વડાપ્રધાન રક્ષા શક્તિ યુનિવર્સિટી જવા માટે નીકળશે. જ્યાં 11 થી 1 વાગ્યા સુધી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજ સુધી રાજભવનમાં રોકાશે. સાંજે 6-30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે. ત્યારબાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમલમ ખાતેની બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે. જેમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠકને સંબોધન કરવાના છે. સાથે જ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે. બેઠકમાં વડાપ્રધાન મોદી ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે.

દર વખતની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ નિર્ધારિત કાર્યક્રમમાંથી સમય કાઢીને માતા હીરાબાને મળવા જઈ શકે છે. હાલ વડાપ્રધાનના ગુજરાત આગમનને લઈને ભાજપના કાર્યકરોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને આવકારવા પ્રદેશ ભાજપ અને ગુજરાત સરકાર સજ્જ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments