Homeદે ઘુમા કેક્રિકેટના નવા નિયમોની જાહેરાત, એક ક્લિકમાં જાણો ક્યા નિયમોમાં થયો ફેરફાર

ક્રિકેટના નવા નિયમોની જાહેરાત, એક ક્લિકમાં જાણો ક્યા નિયમોમાં થયો ફેરફાર

Team Chaubk-Gujarat Desk: મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ઈન્ટરનેશનલ ક્રિકેટના નિયમોમાં સંશોધનની જાહેરાત કરી છે. જો કે, આ નિયમો આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરાશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડકપ પહેલાં ક્રિકેટના નિયમો બદલાઈ જશે.

આ નિયમો અનુસાર હવે ખેલાડીના આઉટ થયા પછી મેદાન પર આવનારો નવો ખેલાડી સ્ટ્રાઈક લેશે. એટલે કે હવે પીચ પર ખેલાડીએ સ્ટ્રાઈક બદલી લીધી હોય તો પણ નવો ખેલાડી જ સ્ટ્રાઈક લેશે. અત્યારસુધી એવું હતું કે કેચ આઉટ થતાં પહેલાં જો શોટ મારનાર ખેલાડી બોલિંગ એન્ડ પર પહોંચી જતો હતો તો નવો બેટ્સમેન નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જ રહેતો હતો. હવે કોઈપણ રીતે આઉટ થયા બાદ નવો ખેલાડી સ્ટ્રાઈક લેશે.

આ ઉપરાંત MCCએ ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે આ નિયમ અમલમાં મુકાયા હતો. જેને હવે કાયમી નિયમ કરાશે. ખેલાડીઓ બોલને ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી રહ્યા હતા અને આ પણ એટલું જ પ્રભાવી હતું. નવો કાયદો બોલ પર લાળ લગાવવાની મંજૂરી આપશે નહીં, કારણ કે બોલ પર લાળ લગાવવા માટે ખેલાડીઓ શુગરવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

તો માંકડિંગને લઈને મોટો ફેરફાર કરાયો છે. પહેલાં ક્રિકેટ લો 41 મુજબ એને રમતની ભાવનાથી વિરુદ્ધ માનવામાં આવતું હતું. પરંતુ હવે લો 38, એટલે કે રન આઉટ જ ગણાશે.

ડેડ બોલના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. મેચમાં મેદાનમાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે અન્ય વસ્તુથી કોઈ પક્ષને નુકસાન થાય તો એ ડેડ બોલ ગણાશે. મેદાન પર અચાનક આવી જતા ફેન કે કૂતરો આવી જતાં રમત પર કોઈ અસર થશે તો અમ્પાયર કોલ લેશે અને ડેડ બોલ આપી શકશે.

તો હવે ફિલ્ડિંગ ટીમના કોઈ પણ ખેલાડીની ખોટી મુવમેન્ટ વિરોધી ટીમને પાંચ રનનો ફાયદો કરાવી શકે છે. કારણ કે, નવા નિયમ મુજબ કોઈ ખેલાડી ખોટી રીતે મૂવમેન્ટ કરતો જોવા મળશે તો બેટિંગ ટીમને પેનલ્ટી તરીકે 5 રન અપાશે. ઉલ્લેખનીય છે કે, આવા કિસ્સામાં પહેલાં ડેડ બોલ અપાતો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments