Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 24 વર્ષની વિદ્યાર્થિનીનું રોડ અકસ્માતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વિદ્યાર્થિની જ્યારે રોડ પર ચાલીને જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી સિટી બસે ન આગળ જોયું ન પાછળ અને વિદ્યાર્થિની પર આખે આખી બસ ચડાવી દીધી હતી. ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રસ્તા વચ્ચે ચાલતી વિદ્યાર્થિનીના જીવની તસુભાર પણ ફિકર કર્યાં વગર ડ્રાઈવર આખેઆખી બસ તેના શરીર પર ચડાવી દે છે અને કચડી નાખે છે.
વડોદરામાં સિટી બસ ચાલકે યુવતી પર બસ ચડાવી દેતાં મોત#vadodara #bus #accident pic.twitter.com/RzToA4aum3
— thechabuk (@thechabuk) March 9, 2022
સુરતના અમરોલી ખાતે રહેતી અને વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી શિવાની રણજીતભાઈ સોલંકી મંગળવારની બપોરે સિટી બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન યમદૂત બનીને પાછળથી માતેલા સાંઢની જેમ આવી રહેલી બસ તેના પર ચડી ગઈ હતી. શિવાનીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો, જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેણીનું નિધન થયું હતું.
ઘટનાને નજરો નજર જોનારાઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ તો જોનારાની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી, કારણ કે સિટી બસ ચાલકને શું છોકરી નહીં દેખાઈ હોય? જનતા પોતાનો રોષ ડ્રાઈવર પર ઠાલવે તે પહેલા જ તે ભાગીને બસ સાઈટ પર ચાલ્યો ગયો હતો. આ સમગ્ર બનાવમાં સયાજીગંજ પોલીસે ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોને શિવાનીના મોતની ખબર પડતા તેઓ મોડી સાંજે વડોદરા આવી પહોંચ્યા હતા. શિવાનીના પિતા સુરતમાં હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હજુ તો ચાર દિવસ પહેલા જ શિવાની માતા-પિતાને મળવા માટે વડોદરાથી સુરત ગઈ હતી. મંગળવારની બપોરે ટ્રેનમાં વડોદરા આવવા માટે નીકળી. ચાર વાગ્યે તે રેલવે સ્ટેશન પહોંચી હતી. સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાંથી જન મહેલ સિટી બસ ડેપોમાં થઇ ચાલતા બહાર નીકળી રહી હતી, તે દરમિયાન આ કરુણ ઘટના બની હતી. શિવાની બે ભાઇઓ વચ્ચે એકની એક બહેન હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
