Homeગુર્જર નગરીરાજકોટઃ ગળે ફાંસો ખાવાનું નાટક કરતી વખતે નીચે રાખેલું વાસણ ખસી જતાં...

રાજકોટઃ ગળે ફાંસો ખાવાનું નાટક કરતી વખતે નીચે રાખેલું વાસણ ખસી જતાં 11 વર્ષની બાળકીનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અગિયાર વર્ષની બાળકીનું ગળેફાંસો ખાઈ લેતાં મોત નિપજ્યું છે. જો કે, ઘટનાની હકીકત એવી જાણવા મળી છે કે આ બાળકી પોતાની બહેનને ગળે ફાંસો કેમ ખાવો તે શીખવી રહી હતી. તે દરમિયાન નીચે મૂકેલું વાસણ ખસી જતાં હકીકતમાં ગળે ફાંસો ખવાઈ ગયો હતો અને બાળકીનું મોત નિપજ્યું હતું. આમ નાટક કરવા જતાં હકીકતમાં બાળકીને ગળે ફાંસો ખવાઈ ગયાનો બનાવ સામે આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે આ ઘટના બે દિવસ પહેલાં શનિવારે બની હતી. રાજકોટ શહેરના રણછોડનગરમાં મધુરમ હોસ્પિટલ પાસે આવેલા ગોલ્ડ કોઈન એપાર્ટમેન્ટનો આ બનાવ છે. એપાર્ટમેન્ટના ચોકીદારની રૂમ પાસે તરુણીનો લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામેલી બાળકી 11 વર્ષની સમીક્ષા નરેશસિંઘ લોહાર છે. મૃતક બાળકીના પિતા નરેશસિંઘ લોહારની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ મૂળ નેપાળના વતની છે. એક વર્ષ પહેલાં પત્ની અને ત્રણ પુત્રી સાથે રાજકોટ આવ્યા હતા. તેઓ આ એપોર્ટમેન્ટના એક રૂમમાં રહીને ચોકીદારી કરતાં હતાં. શનિવારે તેઓ અને તેમના પત્ની કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.

આ ઘટનાની જાણ માતા-પિતાને થતાં તેમણે 108ને બોલાવી હતી. જોકે, 108ની તપાસમાં દીકરીનું મોત નીપજ્યાનું જાહેર કરી તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલરૂમે તુરંત બી ડિવિઝન પોલીસમથકને બનાવની જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક આવી ગઈ હતી

advertisement-1

મૃતક પુત્રી સમીક્ષા ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી. ઘટનાના દિવસે જ્યારે માતા-પિતા બહાર ગયા હતાં ત્યારે મૃતક સમીક્ષા અને પોતાની બન્ને નાની બહેન વચ્ચે મરવાની વાતો થઈ રહી હતી. ત્યારે સમીક્ષા પોતાની બહેનો સામે ગળેફાંસો કઈ રીતે ખવાય તે બતાવી રહી હતી. સમીક્ષાએ એક સળિયામાં ચૂંદડી બાંધી હતી. ત્યાર બાદ જમીન પર એક વાસણ મૂકીને તેના પર ઊભી રહી હતી. તે બાદ સમીક્ષા ચૂંદડીનો બીજો છેડો ગળામાં બાંધ્યો હતો. તેવા સમયે નીચે રાખેલું વાસણ ખસી જતા સમીક્ષાને સાચે જ ફાંસો લાગી ગયો હતો અને તેનું મૃત્યુ થયુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments