Homeગામનાં ચોરેકેટલીક વખત તો અમને એ પણ ખબર નથી પડતી કે એ ઘરમાં...

કેટલીક વખત તો અમને એ પણ ખબર નથી પડતી કે એ ઘરમાં છે કે નહીં: શાહરૂખ ખાન

Team Chabuk-Gujarat Desk: રવિવારે મીડિયા જગતમાં સમાચારનો દુકાળ હોય છે. એવામાં બે મોટા સમાચાર સામે આવ્યા. લખીમપુરમાંથી ખેડૂતો સાથે થયેલી ગોઝારી દુર્ઘટનાના અને બીજા હતા આર્યન ખાનના. આખો દિવસ આર્યન ચર્ચામાં રહ્યો. કેમેરો તેની અને મન્નત ઘરની ઉપર ઝળુંબતો રહ્યો. બાદશાહના બેટાના મદમસ્ત તેવર કરી મીડિયાએ ખૂબ ચલાવ્યું. અંતે સાંજના ધરપકડના સમાચાર આવ્યા. આ પહેલી વખત નથી કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન કેમેરા માટે પ્રિય વિષય બન્યો હોય.

23 વર્ષીય આર્યને લંડનની સેવન ઓક્સ શાળામાંથી બારમું ધોરણ પાસ કર્યું છે. આ પહેલા તે મુંબઈની ધીરુભાઈ અંબાણી શાળામાં ભણતો હતો. મે 2021માં આર્યનની ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીર વાઈરલ થઈ હતી. ફોટોમાં તે ગ્રેજ્યુએશન ગાઉનમાં સર્ટિફિકેટ સાથે જોવા મળ્યો હતો. આર્યને 2020માં યુનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયાથી બેચલર ઓફ ફાઈન આર્ટ્સ, સિનેમેટિક આર્ટ્સ, ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડક્શન, સ્કૂલ ઓફ સિનેમેટિક આર્ટ્સની ડિગ્રી મેળવી છે.

શાહરૂખ ખાને પોતાના પુત્રની સાથે લાયન કિંગ ફિલ્મમાં કામ કર્યું હતું. હિન્દી વર્ઝનમાં બંને પિતા પુત્રએ અવાજ આપ્યો હતો. આ અવાજ પહેલા કબીર બેદી આપવના હતા. ટીઝર તેમના મુફાસાના અવાજમાં રિલીઝ પણ થયું હતું, પણ પછી ડિઝનીએ આર્યન અને શાહરૂખ પર કળશ ઢોળ્યો. જેથી સિરીઝની લોકપ્રિયતા બરકરાર રહે. આર્યને આ ફિલ્મમાં સિમ્બાનો અવાજ આપ્યો હતો. શાહરૂખે મુફાસાનો અવાજ આપ્યો હતો. બાળપણમાં કરન જૌહરની કભી ખુશી કભી ગમમાં કેમિયો રોલ પણ કર્યો હતો. તેણે વોઈસ ઓવર ડેબ્યુ વર્ષ 2004ની ઈનક્રેડિબલ ફિલ્મથી કર્યું હતું. જેમાં તેના પિતાએ પણ અવાજ આપેલો છે. આર્યનનો ઝૂકાવ દિગ્દર્શન તરફ છે.

9 વર્ષની ઉંમરમાં આર્યને એક છોકરીને માર માર્યો હતો. છોકરીએ આર્યનના પિતા શાહરૂખને ઉદ્દેશી કહ્યું કે, ‘કૌન બનેગા કરોડપતિમાં શાહરૂખ કદરૂપો લાગતો હતો.’ આર્યને કંઈ જવાબ નહોતો આપ્યો, પણ જ્યારે એ છોકરીએ તેના પિતાને ઝાડો કહ્યો તો આર્યને તેને પાટું મારી દીધું હતું.

આર્યનના જન્મ પહેલા ગૌરી ખાનના કેટલાક મિસકેરેજ થયા હતા. શાહરૂખની બંને સંતાનો મોટી થઈ વિદેશ અભ્યાસ માટે ગઈ ત્યારે શાહરૂખને તેમનો ખાલીપો વર્તાતો હતો. એક જૂની મુલાકાતમાં શાહરૂખ આ અંગે કહે છે,  ચાર પાંચ વર્ષથી મારા સંતાનો ઘર કરતા બહાર વધારે રહેવા લાગ્યા છે. શાળાએ જાય છે. પહેલા તે વાંદરાની જેમ મને ચોંટેલા રહેતા હતા અને હું તેમની સાથે વધારેમાં વધારે સમય પસાર કરતો હતો. મારા બાળકો પોતાના મિત્રોની સાથે ઓછા અને રૂમમાં વધારે રહેવા લાગ્યા છે. કેટલીક વખત તો અમને એ પણ ખબર નથી પડતી કે એ ઘરમાં છે કે નહીં. આર્યન અભ્યાસ માટે લંડન ચાલ્યો ગયો અને દીકરી પણ વિદેશમાં. અમે સ્વતંત્ર વિચારો ધરાવતા માતા-પિતા છીએ. બાળકો જે ઈચ્છે તે કરી શકે છે. જોકે અમે બાળકોને યાદ કરવા લાગ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments