ડો.ગની પટેલ: મિત્રો સમગ્ર વિસ્તારના ખેડૂત મિત્રોને માહિતી મળી રહે તે હેતુથી ઘણા ખેતરની મુલાકાત લઈ વિવિધ પાકની સ્થિતિ જોઈ અને જાણીને રજૂ કરી રહ્યો છું. કપાસમાં વરસાદ પછી ઘણું નુકશાન દેખાય. વિવિધ રોગ દેખાય છે અને જેમાં હાલ છોડ સુકાયેલા નથી ને પાક બચી જાય તેવો છે, તેમાં પણ ધ્યાન દેવા જેવું છે. સતત વરસાદ પછી હવે સવારમાં ખૂબ ઝાકળ આવે છે. વરસાદની અસરથી પણ નુકશાન છે એટલે હાલ કપાસમાં ખુણીયા ટપકા અને પાંદના ટપકા (ઑલ્ટરનેરીયા) એમ બન્ને દેખાય છે.

જેમ ઠાર વધુ આવશે તેમ ખુણીયા ટપકા વધતા જોવા મળશે જે પાંદ અને જીંડવા બન્ને ઉપર નુકશાન કરી ઉત્પાદન અને ગુણવત્તા બન્ને બગાડે છે, માટે તેમાં જે રોગ હોય તેને ઓળખી યોગ્ય દવાનો છંટકાવ કરવો જરૂરી છે. ઉપરોક્ત ફોટામાં દેખાતા નુકશાન માટે મારી સમજ મુજબ હાલ એક છંટકાવ ત્વરિત લેવા જેવો ખરો, આ છંટકાવમાં કોપર 40 ગ્રામ, સ્ટ્રેપ્ટોસાયકલીન દોઢ ગ્રામ અને ટ્રાયસાયકલાઝોલ 20 ગ્રામ અથવા એન્ટીટી 45 મિલી/પમ્પ મિક્સ કરી ખૂબ ઘાટો છંટકાવ કરવો.

સ્ટ્રેપ્ટોસાયકલીન ઉપર પ્રતિબંધ આવી રહ્યો હોવાથી હાલ બધે ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યાએ ગ્રીનમસલ 20 મિલી લઈ શકાય. જે કપાસમાં હજુ કોઈ પ્રકારના ટપકા નથી દેખાતા તેવા કપાસમાં આગોતરા છંટકાવથી ખૂબ ફાયદો થશે. મને વિશ્વાસ છે કે આ માહિતી આપ સૌ અન્ય મિત્રો સુધી જરૂર પહોંચતી કરશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત