Team Chabuk-Gujarat Desk: મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના બની છે. હળવદ જીઆઈડીસીમાં આવેલા સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા 30થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 12 લોકોના દુઃખદ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. 12 જેટલા મૃતદેહ હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સંબંધિત વિભાગની ટીમો હળવદ જીઆઈડીસીમાં પહોંચી ગઈ છે. આ દુર્ઘટના પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તથા ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
મૃતકોના નામ
રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા
કાજલબેન જેશાભાઈ ગાણસ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દિપકભાઈ દિલીપભાઈ કોળી
મહેન્દ્રભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શિતલબેન દિલીપભાઈ
રાજીબેન ડાહ્યાભાઈ ભરવાડ
દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ

અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022
આ દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
