Homeગુર્જર નગરી'મહિને 1200 આપો અને દાગીના લઈ જાઓ', જૂનાગઢનો જ્વેલર્સ લાખો રૂપિયા લઈને...

‘મહિને 1200 આપો અને દાગીના લઈ જાઓ’, જૂનાગઢનો જ્વેલર્સ લાખો રૂપિયા લઈને છૂમંતર

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં લોભામણી જાહેરાત આપી પૈસા લઈ હાથ અધ્ધર કરી દેતા દંપતી સામે ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપી દંપતી સાર્થક એપાર્ટમેન્ટમાંથી અલગ અલગ છ બેગો ભરી ફરાર થતું નજરે પડે છે. આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયતનો નિવૃત કર્મચારી બિપીન ધોળકિયા શહેરમાં 25 વર્ષથી લક્ષ્મી જવેલર્સની પેઢી ધરાવતો હતો. જે સોના-ચાંદીનાના દાગીના લે-વેચ કરતાં હોય જેણે સાથે ‘શ્રીનાથજી ગૃપ’ નામની ઈનામી યોજના શરૂ કરી હતી. જેમાં દર મહિને રુપિયા 1200 ભરીને સરળ હપ્તે સોના-ચાંદીના દાગીના બનાવો, માસીક બચત યોજનામાં જોડાઇ મહિને 28 હજાર 800ના દાગીના જીતો જેવી લોભામણી સ્ક્રીમ બહાર પાડી લોકોને વિશ્વાસમાં લીધા હતા. અલગ અલગ ગ્રાહકો પાસેથી લાખો રુપિયા પડાવી છૂમંતર થઇ ગયો હતો.

બિપીન ધોળકિયા અને તેની પત્ની ઉષા ધોળકિયાએ શહેરના હરસુખભાઈ કતકપરા પાસેથી રૂ. 10 હજાર 500 તથા સોનાના દાગીના જેમાં માળા, તથા સોનાનો હાંસડી હાર, બુટીયા જેની કિ.રૂ 2 લાખ. માયાબેન રાઠોડ પાસેથી રૂ.1 લાખ 50 હજાર 800, હેમાંગભાઇ ચુડાસમા પાસેથી રૂ.1 લાખ 20 હજાર 200 અને તેજયભાઇ ચુડાસમા પાસેથી 1 લાખ 50 હજાર સ્કીમના હપ્તા લઈ, કુલ રૂપિયા 6 લાખ 31 હજાર 300 લઇને ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી દંપતી જ્યાં રહેતું હતું તે સાર્થક એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા આરોપી દંપતી છ બેગો ભરી ફરાર થતું કેમરામાં કેદ થયું છે. હવે પોલીસે સીસીટીવી મેળવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments