Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે એક એવી ઘટના બની છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ઘટના છે અમદાવાદના રિક્ષાવાળાનું પોતાની વાત પરથી પલટી મારવું. થોડા દિવસ પહેલાં રિક્ષાવાળો વિક્રમ દંતાણી પોતાને અરવિંદ કેજરીવાલનો ફેન ગણાવતો હતો અને હવે અચાનક જ તેણે કહ્યું છે કે તે તો વર્ષોથી મોદી સાહેબનો ફેન છે.
12 સપ્ટેમ્બરે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક વીડિયો રિટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું ‘વોટ એન એક્ટર’. એટલે કે, વાહ શું કલાકાર છે. આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલના બે વીડિયોને મિક્સ કરવામાં આવ્યા છે. જેમાં એક પંજાબનો વીડિયો છે અને બીજો ગુજરાતનો. બંને વીડિયોમાં ઓટો ડ્રાઈવર સાથે અરવિંદ કેજરીવાલ સંવાદ કરી રહ્યા છે. બંને વીડિયોમાં ઓટો ડ્રાઈવર અરવિંદ કેજરીવાલ સામે ભોજનનો પ્રસ્તાવ મુકે છે અને કેજરીવાલ પ્રસ્તાવને સ્વીકારે છે. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે આમ આદમી પર કટાક્ષ કર્યો હતો અને જમવાની વાત ઉપજાવી કાઢી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ વીજય પટેલ નામના આઈડીમાંથી કરેલા ટ્વીટને રિટ્વીટ કર્યું હતું અને કેજરીવાલને કલાકાર ગણાવ્યા હતા.
What an actor 😂😂 https://t.co/b74SRMEYBv
— Harsh Sanghavi (@sanghaviharsh) September 12, 2022
જો કે, હવે રિક્ષાવાળો સામે આવ્યો છે અને તે ભાજપની સભામાં જોવા મળ્યો છે. તેણે ખુદ સ્વીકાર્યું છે કે તેણે તો અરવિંદ કેજરીવાલને એમ જ જમવાનું પૂછી લીધું હતું. અરવિંદ કેજરીવાલે હા કહ્યું એટલે તેમનું અપમાન ન કર્યું અને જમાડીને મોકલી દીધા. એટલે કે, કલાકાર કેજરીવાલ નહીં પરંતુ રિક્ષાવાળો છે. આરોપ હતો કે, આમ આદમી પાર્ટીએ રિક્ષાચાલકને અગાઉથી સમજાવી દીધો હતો અને જમવાની વાત એક ડ્રામા હતી.
મહત્વનું છે કે, 12 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે રિક્ષાવાળાને ત્યાં ભોજન લીધું હતું. રિક્ષાવાળાના ઘરે જતી વખતે રસ્તામાં પણ ખુબ ડ્રામા થયો હતો. પોલીસે અરવિંદ કેજરીવાલને પ્રોટોકોલના કારણે રિક્ષામાં જતાં રોક્યા હતા તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે રિક્ષામા જવાની હઠ પકડી હતી. ત્યારબાદ પોલીસ અધિકારી સહમત થયા હતા અને તેમની સાથે રિક્ષામાં રિક્ષાવાળાના ઘરે ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત