Homeગામનાં ચોરેમોંઘવારીનો વધુ એક માર: RBIએ રેપો રેટમાં વધારો કર્યો, હોમ લોન થશે...

મોંઘવારીનો વધુ એક માર: RBIએ રેપો રેટમાં વધારો કર્યો, હોમ લોન થશે મોંઘી

Team Chabuk-National Desk: RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.90% થઈ ગયો છે, એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક લોન મોંઘી થઈ શકે છે અને તમારે વધુ EMI ચૂકવવા પડશે. વધતી મોંઘવારીથી ચિંતિત આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટમાં આ ફેરફાર 22 મે 2020 પછી કરવામાં આવ્યો હતો. વ્યાજદર અંગે નિર્ણય લેવા માટે 28 સપ્ટેમ્બરથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ ટૂંક સમયમાં પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરો વિશે માહિતી આપશે. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી.

RBI ગવર્નરે કહે છે કે હાલમાં સમગ્ર વિશ્વ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તેમજ વિશ્વભરનાં શેરબજારમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. અને સાથે ફુગાવો તમામ ક્ષેત્રો માટે એક ચિંતાનો વિષય છે આથી આર્થિક સમસ્યાઓને પહોચી વળવા તેમજ સંતુલન બનાવી રાખવા રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો છે.

RBI જ્યારે ફુગાવો ઘણો વધુ હોય છે ત્યારે રેપો રેટ વધારીને અર્થવ્યવસ્થામાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ વધુ રહેશે તો RBI તરફથી બેંકોને આપવામાં આવતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. એનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે. જો પૈસાનો પ્રવાહ ઓછો થશે તો માંગ ઘટશે અને મોંઘવારી ઘટશે.

જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂરત ઉદભવતા RBI પોતાના શક્તિશાળી ટૂલ તેવા રેપો રેટ વધારવાનો નિર્ણય કરે છે. જેમ કોરોનાના સમયગાળા દરમિયાન આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી ત્યારે માગમાં ઘટાડો થતા અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધારવા RBIએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો તેમ નાણાંનો પ્રવાહ વધારવાની જરૂરત ઉદભવતા RBI રેપો રેટમાં વધારો પણ કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments