Homeગુર્જર નગરીઅમદાવાદ: પ્રેમીકાને બદનામ કરવા યુવકે તેના પૂર્વ પ્રેમી સાથેની અશ્લીલ તસવીર સોશિયલ...

અમદાવાદ: પ્રેમીકાને બદનામ કરવા યુવકે તેના પૂર્વ પ્રેમી સાથેની અશ્લીલ તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરી ઉપર અભદ્ર લખાણ લખ્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી યુવતીની સાથે તેના પૂર્વ પ્રેમીએ તેને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે યુવતીને બદનામ કરનારો આ નબીરો પોલીસના હાથમાં આવી ગયો છે. આ યુવાનની સાથે યુવતીએ બોલવાનું બંધ કરી દેતા તે ગુસ્સે ભરાયો હતો અને યુવતીના નામનું ડમી એકાઉન્ટ બનાવી તેના પૂર્વે પ્રેમી સાથેની અભદ્ર તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં અશ્લીલ લખાણ લખ્યું હતું.

યુવતીએ આ અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી જોતા તાત્કાલિક આ અપલોડબાજને પકડી લીધો હતો. મૂળ મણિપુરનો રહેવાસી એવો 27 વર્ષીય સીએમલીએન લાલમોઈ ગંગટે વડોદરામાં રહેતો હતો અને ફરિયાદી યુવતી સાથે તે પ્રેમ સંબંધમાં હતો.

યુવતીએ બોલવાનું બંધ કરી દીધું હોવા છતાં યુવક તેની સાથે અવાર નવાર વાત કરતો હતો પણ યુવતી વાત કરવા ઉત્સુક નહોતી. યુવતીએ આ યુવકની સાથેના સંબંધો કાપી, બોલવાનું બંધ કરી દેતા, તે ગુસ્સે ભરાયો હતો અને ગમે તે ભોગે યુવતીને બદનામ કરવાનું તેણે કાવતરું ઘડ્યું હતું. અંતે યુવતીને બદનામ કરવા માટે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. અને બિભત્સ લખાણ સાથે યુવતીની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments