Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 8 માટે કુલ 13800 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે TET 1 અને TET 2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
ભરતીની વિગતો
આ ભરતી માટે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે, ઉમેદવારોને તેમના જરૂરી આધાર પુરાવાઓ સાથે પોતાના જિલ્લામાં અરજી જમા કરાવવી પડશે. તારીખ 07/11/2024 થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થશે અને તે 16/11/2024 સુધી ચાલુ રહેશે.
પગાર અને લાયકાત
નવા શિક્ષકો માટે, જેને વિદ્યાસહાયક તરીકે પસંદ કરવામાં આવશે, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર તરીકે ₹26000 મળશે. આ પછી, તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થશે. નોંધનીય છે કે, આ ભરતીમાં ભાગ લેવા માટે TET 1 અથવા TET 2ની પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. 2024માં TET પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને હવે આ તક મળવાની રાહ હતી.
પ્રક્રિયા અને મહત્વની તારીખો
તારીખ 29/10/2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મળેલ પત્ર અનુસાર, કુલ જગ્યાઓ આ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે. જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવ્યા બાદ, માધ્યમવા, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યા રજૂ કરવામાં આવશે.
ભરતીની મહત્વની વિગતો
કુલ જગ્યાઓ: 13800
લાયકાત: TET 1 અથવા TET 2 પાસ
અરજી શરૂ: 7 નવેમ્બર, 2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 નવેમ્બર, 2024
સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: 19 નવેમ્બર, 2024
વેબસાઇટ:https://vsb.dpegujarat.in
કેવી રીતે કરવી અરજી?
ઉમેદવારોએ સૌપ્રથમ ઉપર જણાવેલ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢીને જરૂરી દસ્તાવેજો સાથે નિયત સ્થળે જમા કરાવવાના રહેશે.
વધુ માહિતી માટે ઉમેદવારોએ ઉપરોક્ત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે
વાંધા-સૂચન માટે 3 દિવસનો સમય
ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થશે
મેરિટ આધારે ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી
જિલ્લા કક્ષાએ શાળા પસંદગી અને નિમણૂક આદેશ
વિદ્યાસહાયક ભરતી વિશે:
વિદ્યાસહાયક એટલે કે પ્રાથમિક શાળાના શિક્ષક. આ ભરતીમાં પસંદ થનારા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રૂ. 26,000નો પગાર મળશે. ત્યારબાદ તેઓ નિયમિત પગાર ધોરણમાં સમાવિષ્ટ થશે. વધુ વિગતો વેબસાઈટ પર મુકાશે.

તાજેતાજો ઘાણવો
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ
- દલિત સગીરા સાથે 2 મહિના સુધી બર્બરતા? સામુહિક દુષ્કર્મ, ગૌમાંસ ખવડાવ્યું? હાથમાં એસિડ નાખી ‘ઓમ’નું ટેટું હટાવ્યું !