Homeગુર્જર નગરીઆ યોજના થકી મહિલાઓને મળશે મફત સોલાર ગેસ સ્ટવ ! આ રીતે...

આ યોજના થકી મહિલાઓને મળશે મફત સોલાર ગેસ સ્ટવ ! આ રીતે કરો અરજી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના શક્તિકરણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.સરકારની આ યોજનાઓ દ્વારા મહિલાઓને રસોડામાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમનું કામ સરળ બનાવવામાં આવ્યું હતું. હવે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને મફત સોલાર ગેસ સ્ટવ આપવાનું આયોજન સરકારનું છે.

એટલે જ હવે મહિલાઓને રસોડામાં વધુ સુવિધા મળશે, આ યોજના દ્વારા લાયક મહિલાઓને સોલાર સ્ટવ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે સૌર ઉર્જાથી ચાલશે. સોલાર ગેસ સ્ટવથી મહિલાઓને ગેસ ભરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સિવાય તે બિલકુલ ફ્રી હશે. કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં, જેના કારણે બચત પણ થશે. સૌર ગેસ સ્ટવને હાઇબ્રિડ મોડ પર 24 કલાક આરામથી ચલાવી શકાય છે તેવો દાવો છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પાત્ર મહિલાઓને રસોડાને લગતી સુવિધાઓ આપીને બળતણની સમસ્યામાંથી મુક્ત કરવાનો અને લોકોને સૌર ઉર્જા વિશે જાગૃત કરવાનો છે.
મહત્વનું છે કે, મફત સોલાર ગેસ સ્ટવ માટે માત્ર પાત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે. આ યોજના અનુસાર જે મહિલાઓની વાર્ષિક આવક રૂ. 2 લાખ 50 હજાર કે તેનાથી ઓછી છે. આ યોજના માટે પાત્ર બનશે. આ યોજના હેઠળ પરિવારની એક જ મહિલાને આ યોજનાનો લાભ મળી શકે છે. અરજી કરવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

PM સૂર્ય ઘર યોજના
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ઓનલાઈન પણ કરી શકાય છે. આ માટે તમારે ‘PM સૂર્ય ઘર યોજના’ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને સોલર કૂકિંગ સ્ટવ લિંક પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે ઓનલાઈન અરજી માટેની લિંક પર ક્લિક કરીને અને અરજી ફોર્મમાં તમામ માહિતી ભરીને અરજી કરવી પડશે. અરજી કરતી વખતે, અરજદારે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.

solar gas stove
આ યોજના થકી મહિલાઓને મળશે મફત સોલાર ગેસ સ્ટવ ! આ રીતે કરો અરજી

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments