Team Chabuk-Health Desk: વધતા પ્રદૂષણની સીધી અસર આપણા ફેફસાં પર પડે છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે, ધૂળ, માટી, ધુમાડાને કારણે ફેફસાંને લગતી બીમારીઓનું જોખમ અનેકગણું વધી ગયું છે. વાયુ પ્રદૂષણના કારણે જ ફેફસાંના કેન્સરનું જોખમ ઊભું થાય છે. તો ધૂમ્રપાન પણ ફેફસાંની સમસ્યાનું મુખ્ય કારણ છે. જો આપણા ફેફસાં સ્વસ્થ ન હોય, તો આપણું શરીર પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતું. જેથી ફેફસાંને સ્વસ્થ રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને પ્રદૂષણથી ફેફસાં નબળા પડી શકે છે. તેમજ અનહેલ્ધી આહારના કારણે પણ આપણા ફેફસાંને નુકસાન થાય છે. અહીં અમે તમને ફેફસાંને સ્વચ્છ અને મજબૂત બનાવવાની કેટલીક સરળ ટ્રિક્સ અંગે જણાવી રહ્યા છીએ.
માસ્ક પહેરો
NHLBI અનુસાર, ફેફસાંને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલાં પ્રદૂષણથી બચવું પડશે. પ્રદૂષણથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ન ભૂલશો. માસ્ક પહેરવાથી તમે ધૂળ અને ધુમાડાથી સુરક્ષિત રહેશો. તેમજ ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ.
ધૂમ્રપાન ન કરો
ધૂમ્રપાન કરવાથી ફેફસાંના રોગોનું જોખમ વધે છે અને ફેફસાંનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. પેસિવ સ્મોકિંગ અથવા સેકન્ડ હેન્ડ સ્મોકિંગથી પણ ફેફસાંનું કેન્સર થઈ શકે છે, તેથી જો તમારી આસપાસ કોઈ ધૂમ્રપાન કરતું હોય, તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. ધૂમ્રપાન માત્ર ફેફસાંને જ નુકસાન નથી પહોંચાડતું, પરંતુ હૃદયની બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધુ પડતું ધૂમ્રપાન કરવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.
કસરત
દરરોજ કસરત કરવી તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેનાથી શ્વાસ લેવાની ક્ષમતા વધે છે. એરોબિક અને શ્વાસ લેવાની કસરત ફેફસાં માટે વધુ ફાયદાકારક હોય છે. જોકે, પ્રદૂષિત વાતાવરણમાં આવી કસરત ન કરવી જોઈએ. યોગ અને પ્રાણાયામ દ્વારા પણ ફેફસાંને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકાય છે.
તુલસી અને હળદર
હળદર તેના એન્ટિસેપ્ટિક અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતી છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ઇન્ફ્લેમેશન ઘટાડીને શ્વસન માર્ગને સાફ રાખે છે, જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. હળદર એક કુદરતી એન્ટિવાયરસ છે, જે ફેફસાંને અસર કરતા વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. તેમજ તુલસીમાં પોટેશિયમ, આયર્ન, ક્લોરોફિલ, મેગ્નેશિયમ, વિટામિન C હોય છે. જે ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે દરરોજ સવારે 4થી 5 તુલસીના પાન ચાવો, તો તે તમારા ફેફસાંને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. તમે ગિલોય અને તુલસીનો આયુર્વેદિક ઉકાળો બનાવીને પણ પી શકો છો.
લીલા શાકભાજી
ફેફસાંના રોગોથી બચવા માટે તમારા આહાર પણ ખાસ ધ્યાન રાખો. આ માટે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરો. તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીને સામેલ કરો. સાથે જ ફળોનું સેવન પણ ફાયદાકારક રહેશે.

તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં