Homeદે ઘુમા કે18 જુલાઈના રોજ ભારતના દિગ્ગજ ખેલાડીઓનો કિર્તીમાન તોડી શિખર ધવન ‘શિખર’ પર...

18 જુલાઈના રોજ ભારતના દિગ્ગજ ખેલાડીઓનો કિર્તીમાન તોડી શિખર ધવન ‘શિખર’ પર પહોંચી જશે

Team Chabuk-Sports Desk: શિખર ધવન (Shikhar Dhawan) શ્રીલંકા (Sri lanka) સામે 18 જુલાઈના રોજ કેપ્ટન (Captain) તરીકે મેદાનમાં ઉતરતાની સાથે જ એ ખેલાડી બની જશે જેની વય વધારે હોય અને ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હોય. શિખર ધવન (Shikhar Dhawan) 35 વર્ષ અને 225 દિવસના હશે અને તેઓ પૂર્વ ભારતીય કેપ્ટન મોહિન્દર અમરનાથ (Mohinder Amarnath)નો 34 વર્ષ 37 દિવસનો રેકોર્ડ 37 વર્ષ બાદ તોડશે. જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે 18 જુલાઈનાં રોજ કોલંબોના આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે.

ધવને આ ઉપલબ્ધિ અંગે કહ્યું કે, ‘હું ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છું. એક નેતૃત્વકર્તાના રૂપે ઈચ્છું છું કે તમામ લોકો એકજૂટ અને ખુશ રહે. જે સૌથી મહત્વની વસ્તુ છે. અમારી પાસે સારી ટીમ અને ઉચ્ચ સહયોગી સ્ટાફ છે. અમે પહેલા પણ એક સાથે કામ કર્યું છે. રાહુલભાઈની (રાહુલ દ્રવિડ) સાથે મારા સંબંધો સારા છે. જ્યારે મેં રણજી ટ્રોફી (Ranji Trophy) રમવાની શરૂઆત કરી તો હું તેમની વિરુદ્ધ રમ્યો હતો અને હું ત્યારથી તેમને જાણું છું. જ્યારે હું ભારતની A ટીમ વતી રમ્યો હતો ત્યારે હું કેપ્ટન (Captain) હતો અને તેઓ કોચ (Coach) હતા. જેથી વાતચીત થતી હતી. જ્યારે તેઓ એનસીએના નિર્દેશક બન્યા તો અમે ત્યાં 20 દિવસ માટે જતા હતા અને ઘણી વાતો થતી હતી. હવે અમને છ મેચ એકસાથે રમવાની તક મળી છે. જેથી મજા આવશે. મને લાગે છે કે અમે બધા એક સાથે સારું પ્રદર્શન કરીશું.’  

પસંદગીકારોએ ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaykwad) અને ચેતન સાકરિયા (Chetan Sakariya) જેવા ઘણા ઉભરતા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. જેમને આંતરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ નથી. ધવન ઈચ્છે છે કે યુવા ખેલાડીઓ પોતાની મેચનો આનંદ ઉઠાવે. તેમણે જણાવ્યું કે, ‘ટીમમાં યુવા ખેલાડીઓનાં હોવા પર અને તેમનું સપનું સાકાર થતું જોઈને અત્યંત ખુશ છું. એ ખૂબ આનંદની વાત છે કે યુવાઓ પોતાના શહેરમાંથી કેટલાક સપનાઓ લઈને નીકળ્યા છે અને તેમના સપનાઓ પૂરા થઈ રહ્યા છે. તેમને પોતાની આ સફરનો આનંદ લેવો જોઈએ જે તેમને ટીમ ઈન્ડિયામાં જગ્યા અપાવે.’

સૌથી મોટી ઉંમરે ભારતીય ટીમનું નેતૃત્વ કરવાનો કિર્તીમાન મોહિન્દર અમરનાથના નામે છે. જે 18 જુલાઈના રોજ તૂટશે. તેઓ 1984માં 34 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં સિયાલકોટમાં રમાયેલા મેચમાં ભારતના કેપ્ટન બન્યા હતા. આ સૂચિમાં સૈયદ કિરમાણી (saiyad kirmani) બીજા નંબર છે. તેમણે 1983માં 33 વર્ષ અને 353 દિવસની ઉંમરમાં ગુવાહાટીમાં રમાયેલા મેચમાં ભારતીય ટીમની આગેવાની કરી હતી. અજીત વાડેકર (ajit vadekar) આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 1974ની સાલમાં તેમણે 33 વર્ષ અને 103 વર્ષની ઉંમરે લીડ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. હવે આ તમામ ખેલાડીઓને શિખર ધવન (Shikhar Dhawan) શ્રીલંકા સામેની શ્રેણી શરૂ થતાં પાછળ છોડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments