Homeગામનાં ચોરેબેડ નીચે હતી સાપની વસતિ ! ખબર પડી તો ઉડી ગયા હોશ

બેડ નીચે હતી સાપની વસતિ ! ખબર પડી તો ઉડી ગયા હોશ

Team Chabuk-International Desk: જ્યોર્જિયાની એક મહિલા સાથે અનોખો કિસ્સો બન્યો. અહીં મહિલાના બેડ નીચેથી દોઢ ડઝન સાપ મળ્યા. મહિલાએ આ અંગે કહ્યું હતું કે, બેડ પર જતી વખતે મે કંઈક અનુભવ્યું. મને લાગ્યું કે, લાદી પર પગલૂંછણિયાનો ટૂકડો પડ્યો છે. જો કે, હું જેવી તેને અડવા ગઈ તો તે હલન-ચલન કરવા લાગ્યું. મહિલાએ કહ્યું કે,અવાર-નવાર હું બેડરૂમમાં આ વાતને અવગણી રહી હતી. જો કે, તેને ખબર ન હતી કે ત્યાં દોઢ ડઝન સાપ છે. જ્યારે આ વાતની તેને જાણ થઈ તો તે અચંબામાં પડી ગઈ.

બેડ નીચે 18 સાંપ

મહિલાએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મને બેડ પર જતી વખતે કંઈક અજુગતું લાગ્યું. મને પહેલાં થયું કે, લાદી પર પગલૂંછણિયાનો ટૂકડો પડ્યો છે. જેવી હું તેને લેવા ગઈ તો ટૂકડો હલવા લાગ્યો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. મહિલાએ કહ્યું કે, આ જોઈને મને અને મારા પતિને સમજાઈ ગયું કે તે પગલૂંછણિયાનો ટૂંકડો નહીં પરંતુ સાપના બચ્ચાં છે.  જ્યારે તેણે તપાસ કરી તો ઘરમાં સાપના કુલ 17 બચ્ચાં અને એક મોટો સાપ હતો. ત્યારબાદ મહિલાએ સાપની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી. મહિલાએ આ સાથે લખ્યું હતું કે સાપ નીકળવાના કારણે હું રાત્રે ઉંઘી શકી ન હતી.

તેણે સોશિયલ મીડિયા સાઈટ પર લખ્યું કે, આ બાદ મને કાર્ડિયોલોજિસ્ટની જરૂર પડી શકે છે. મહિલાએ દરેક સાપના બચ્ચાંને પકડવા માટે ગ્રેબર ટૂલનો ઉપયોગ કર્યો અને તમામ બચ્ચાંને એક બેગમાં રાખ્યા. ત્યારબાદ પતિ-પત્નીએ સાપના તમામ બચ્ચાંને નજીકના નાળામાં છોડી મૂક્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે તેમણે એક વાઈલ્ડલાઈફ ટ્રેપરનો પણ સંપર્ક કર્યો કે ઘરમાં કોઈ અન્ય જગ્યાએ મોટો સાપ તો નથીને. જો કે, ત્યારબાદ તેમના ઘરમાંથી એક પણ સાપ મળ્યો ન હતો.

ઘણીવાર આપણે વિચાર્યું ન હોય તેવું બની જતું હોય છે. ઘરમાં ક્યારે સાપના બચ્ચાં આવી ગયા તે મહિલાને કે તેના પતિને પણ ખબર રહી નહીં. સદનસીબે મહિલાનું ધ્યાન વહેલાં પડી ગયું. જો થોડા દિવસ બાદ પડ્યું હોત તો તેમની મુશ્કેલી વધી ગઈ હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments