Team Chabuk-Gujarat Desk: કોરોના હોય કે કોઈપણ વિષમ પરિસ્થિતિ ગુજરાત પોલીસના જવાનો ખંતથી કામ કરી રહ્યા છે. આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે. ત્યારે આ અવસરે પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ અને સરાહનીય સેવા આપનારા પોલીસ ઓફિસરોને મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવનાર છે. દેશભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓના નામ મેડલ માટે જાહેર થયા છે. જેમાં ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સામેલ છે. સ્વતંત્ર પર્વ પર પોલીસ અધિકારી, કર્મચારીઓને મેડલ અપાશે.
ગુજરાતના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો ગુજરાતના 17 પોલીસકર્મીઓને પોલીસ મેડલ એનાયત કરાશે. હાલોલના DySP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે. તો સાથે જ આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્સ ઓફિસર પ્રેમજી પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે. આ ઉપરાંત ગુજરાતના 19 પોલીસ કર્મચારીઓ, અધિકારીઓના નામ જાહેર કરાયા છે.
સન્માનિત થનારા પોલીસ કર્મચારી અને અધિકારીના નામ
| નામ | હોદ્દો |
| હરપાલસિંહ રાઠોડ | DySP, હાલોલ |
| પ્રેમજીભાઈ પરમાર | ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર |
| દુર્ગેશભાઈ પટેલ | DySP, SRPF ભરૂચ |
| અરજણભાઈ બારડ | DySP, SRPF રાજકોટ |
| અનિલ કુમાર પટેલ | DySP, SRPF સુરત |
| દશરથસિંહ ગોહિલ | DySP, IB ગાંધીનગર |
| હર્ષકુમાર ચૌધરી | DySP, SRPF અમદાવાદ |
| જ્યોતિન્દ્રગીરી ગોસ્વામી | PI, ગાંધીનગર |
| બકુલભાઈ ગુંદાની | DySP, ગાંધીનગર |
| પ્રવીણભાઈ ચૌધરી | DySP, બનાસકાંઠા |
| રાજેન્દ્રસિંહ સિસોદીયા | ASI, ગોધરા |
| રમેશચંદ્ર વાઘેલા | હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ |
| જગદીશભાઈ દવે | હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ |
| મનીષ કુમાર પટેલ | હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ |
| જિતેન્દ્રકુમાર પટેલ | હેડ કોન્સ્ટેબલ, સુરત |
| નરેન્દ્ર કુમાર ગોંડલિયા | ASSISTANT INTELLIGENCE OFFICER ગાંધીનગર |
| પ્રવીણભાઈ વણઝારા | PSI, અમદાવાદ ATS |
| મહોમ્મદ રફીક ચૌહાણ | ASI, રાજકોટ રૂરલ |
કોરોના મહામારીને કારણે સ્વતંત્રતા દિવસ 2019 તથા ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ 2020ના અવસર પર રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ માટે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે તમામને પણ આ વર્ષે સન્માનિત કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત