Team Chabuk-Gujarat desk: મા તે મા બીજા વગડાના વા. એક માને જો કોઈ સૌથી વ્હાલું હોય તો તેના સંતાન છે. પછી તે સાવકી હોય કે સગી. જે વ્યક્તિને માનો દરજ્જો મળે તે લોહીથી નહીં પરંતુ લાગણીથી તો સંતાનો સાથે જોડાતી જ હોય છે. જો કે, કેટલીક વ્યક્તિએ આ પવિત્ર શબ્દ અને પવિત્ર સંબંધોને ડાઘ લગાવી દે છે.
અમદાવાદમાં એક આવો જ કિસ્સો બન્યો છે. જેમાં પુત્રની હત્યાનો આરોપ તેની માતા પર લાગ્યો છે અને હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે હત્યામાં મદદ કરનારા ત્રણ આરોપી ફરાર છે.અમદાવાદના દસક્રોઈ તાલુકાના કણભા ગામની આ ઘટના છે. જ્યાં રૂપિયાનની લેતી-દેતી મામલે માતાએ પુત્રનું જ કાસળ કાઢી નાખ્યું. એટલું જ નહીં હત્યાબાદ આ નિર્દયી માતાએ પુત્રના મૃતદેહને નદીમાં ફેંકાવી દીધો હોવાનો આક્ષેપ છે.
દાવો છે કે, 25 લાખ રૂપિયાનની રૂપિયાની લેતી-દેતી મામલે બોલાચાલી થયા બાદ આરોપી મહિલાએ પોતાના ત્રણ મિત્રો સથે મળીને પુત્રની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યાનો પ્લાન ઘડાયા બાદ આરોપી મહિલાના ત્રણ મિત્રોએ ગુનાને અંજામ આપ્યો હતો.હાલ પોલીસે મૃતદેહ કબજે કરી મૃતકની માતાને ઝડપી લીધી છે. અને હત્યામાં મદદ કરનારા મહિલાના મિત્રોની શોધખોળ શરૂ કરી છે. ફરાર આરોપી પણ ટૂંક સમયમાં પકડાય જાય તેવી શક્યતા છે.
આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા બાદ આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. બીજી તરફ માતા પર હત્યાના આરોપ મુદ્દે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, એક પુત્રની હત્યા કરવાનું માનું કાળજું ચાલ્યું કેવી રીતે ? પુત્રની હત્યા કરનારી માતા ભલે સાવકી છે પરંતુ તેને ‘મા’નો દરજ્જો આપ્યો છે. તેને ભલે પુત્ર સાથે લોહીના સંબંધ ન હોય પરંતુ લાગણીના સંબંધો તો હોયને ? તે કેમ પુત્રની હત્યાનું વિચારી પણ શકે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત