Homeગામનાં ચોરેગૌતમ અદાણી સહિતના આ ભારતીયો પરોપકારી....

ગૌતમ અદાણી સહિતના આ ભારતીયો પરોપકારી….

Team Chabuk-National Desk: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, નીતા અંબાણી અને કુમાર મંગલમનો એ 100 ભારતીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે વિશ્વભરમાં પરોપકારી ગતિવિધિઓનાં કારણે પોતાની ઓળખ બનાવી. અમેરિકા સ્થિત આવેલ સમુદાય ઈન્ડિયાસ્પોરાએ આ વિષય અંતર્ગત પ્રથમ સૂચિ જાહેર કરી હતી. આ સૂચિ નવ જ્યૂરી સભ્યોનાં માર્ગનિર્દેશન હેઠળ અને સાર્વજનિક રૂપથી ઉપસ્થિત દસ્તાવેજોના આધાર પર નિર્માણ કરવામાં આવી છે. ઈન્ડિયાસ્પોરાની સૂચિમાં ભારતની નીતા અંબાણી અને અમેરિકા અને બ્રિટનમાં વસતા ભારતીય મૂળના કેટલાક લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રવાસી ભારતીયોના સંગઠન ઈન્ડિયાસ્પોરાના જણાવ્યા અનુસાર, આ લિસ્ટમાં શીર્ષ સ્થાન પર ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, નીતા અંબાણી અને કુમાર મંગલમ બિરલાનું નામ છે. જ્યારે અમેરિકાના સે મોન્ટે આહુજા, અજય બંગા અને મનોજ ભાર્ગવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેનેડામાંથી આ લિસ્ટમાં સોનમ અજમેરા, બોબ ઢિલ્લો  આદિત્ય ઝા તથા બ્રિટનના મોહમ્મદ અમર્સી, મનોજ બદાલે અને કુજિંદર બાહિયાનો સમાવેશ થયો છે.

સંગઠનના સંસ્થાપક એમઆર રંગાસ્વામીએ કહ્યું, અમારા સમુદાયના આટલા બધા પરોપકારી લોકોને જોવા એ અવિશ્વસનિય અને પ્રેરણાદાયક છે. જેમણે પોતાની સફળતાને સામાજિક પ્રભાવમાં બદલી નાખી છે. તેમણે જણાવ્યું હતું કે, આ તમામ ઉદ્યમી ઉદારતાના એક મહત્વપૂર્ણ ઉદાહરણના રૂપમાં કામ કરે છે અને આપણને એ કેટલાય મુદ્દાઓની યાદ અપાવે છે, જેના પર આપણે ધ્યાન દેવાની આવશ્યકતા છે.

સોમરવિલે કોલેજમાં વિકાસ નિર્દેશક અને નિર્ણાયક મંડળના સભ્યોમાંથી એક સારા કલીમે કહ્યું હતું કે, આ પ્રયાસનો ભાગ બનવું એ ખૂબ જ ખુશીની વાત છે. ભારતના વિદેશમંત્રાલયના અનુસાર, વૈશ્વિક સ્તર પર ત્રણ કરોડ વીસ લાખથી વધારે ભારતીય મૂળના લોકોની સાથે ભારતીય દુનિયામાં સૌથી મોટી પ્રવાસી વસ્તી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments