Team Chabuk-Gujarat desk: રાજકોટ નજીક આવેલા શાપર-વેરાવળ પાસે હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ બનાવમાં 19 વર્ષના યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. મેદાનેથી પરત ફરી રહેલા યુવકને બોલેરો ચાલકે હડફેટે લીધો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતા ધાર્મિક રાજેશભાઈ વાવડીયા (ઉં.વ. 19) પોતાનું બાઈક લઈને શાપર નજીક આવેલા મેદાનમાં જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બોલેરો ચાલકે હડફેટે લેતાં બેભાન હાલતમાં યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ યુવકે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. આ અંગે હોસ્પિટલ દ્વારા શાપર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ સ્ટાફ તરત હોસ્પિટલ દોડી ગયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક ધોરણ 9 પાસ હોવાનું અને કારખાનામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવક બે ભાઈમાં નાનો હતો. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે, શાપર-વેરાવળમાં 2 મહિનામાં હીટ એન્ડ રનની આ ચોથી ઘટના છે. હીટ એન્ડ રનની આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજી ચુક્યા છે. ત્યારે બેફામ ચાલી રહેલા વાહનો સામે ટ્રાફિક પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત