Homeદે ઘુમા કેભારતની સેમિફાઈનલ રમ્યા વગર જ ફાઈનલમાં થશે એન્ટ્રી ?

ભારતની સેમિફાઈનલ રમ્યા વગર જ ફાઈનલમાં થશે એન્ટ્રી ?

Team Chabuk-Sports Desk: T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 સ્ટેજની મેચો રમાઈ છે. જે બાદ ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલ સ્ટેજ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. 27મી જૂને ગયાનાના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જો કે, ભારતીય ટીમ સેમિફાઈનલ મેચ રમ્યા વગર જ ફાઈનલમાં પહોંચી શકે તેવી શક્યતા છે.

બંને ટીમો મેચમાં મેદાનમાં ઉતરે તે પહેલા એવા અહેવાલો મળી રહ્યા છે કે, ઈંગ્લેન્ડની ટીમ હવે સેમિફાઈનલ મેચમાં મેદાનમાં ઉતરે તે પહેલા જ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.

મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે ગયાનાના મેદાન પર રમાશે. બંને ટીમ એટલી મજબૂત છે કે, મેચમાં કાંટાની ટક્કર થવાની નક્કી છે. બંને ટીમના ખેલાડીઓ ફૂલફોર્મમાં છે અને વર્લ્ડકપ જીતવાથી માત્ર બે જ ડગલાં દૂર છે આવામાં બંને ટીમ માટે કરો યા મરોની સ્થિતિ પણ છે જેથી ખેલાડીઓ પોતાનું પુરેપુરુ જોર લગાવતા જોવા મળશે.

આ મેચ જીતીને ટીમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છશે, પરંતુ વાતાવરણ જો સાથ નહીં આપે તો ઈંગ્લેન્ડને ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવશે. જીહા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી સેમિફાઈનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. 27 જૂને ગયાનાના મેદાનમાં વરસાદ પડે તેવી 80 ટકા શક્યતા છે. જો આગાહી સાચી પડશે અને મેઘરાજા વરસી પડશે તો ભારતને તો ફાઈનલ રમવાની લીલીઝંડી મળી જશે પરંતુ ઈંગ્લેન્ડને સેમિફાઈનલ મેચ રમ્યા વગર જ રિટર્ન ટિકિટ બુક કરાવવી પડશે. જો કે, હાલ તો ભારતીય ફેન્સ પણ નથી ઈચ્છી રહ્યા કે, ભારતને સેમિફાઈનલમાં વધારાના પોઈન્ટ્સ મળે. ફેન્સ ઈચ્છી રહ્યા છે કે, મેચ થવી જોઈએ અને જીતીને જ ફાઈનલ સુધી પહોંચવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments