Homeદે ઘુમા કેઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમના કયા ખેલાડી પર મોજા ચોરવાનો આરોપ લાગ્યો...

ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમના કયા ખેલાડી પર મોજા ચોરવાનો આરોપ લાગ્યો હતો?

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ સિરીઝની નિર્ણાયક મેચ રમશે અને બાદમાં ઈંગ્લેન્ડની સામે પોતાના અભિયાનનો આરંભ કરશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડને તેના જ ઘર આંગણે પરાજીત કરવા માટે કટીબદ્ધ છે. જોકે ઈંગ્લેન્ડ પણ ભારતના પ્રવાસનો બદલો લેવા માટે અને હોમગ્રાઊન્ડનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર રહેશે. આ વચ્ચે ભારતનો એક જૂનો પ્રવાસ યાદ આવી જાય છે.

1974ની એ સાલ હતી. ભારતના એક ક્રિકેટર પર આરોપ લાગ્યો કે તેણે દુકાનમાંથી મોજા ચોર્યા છે. મિડિયાને આ વાતની ભનક લાગી ગઈ. કેમ કરતાં કેમેય વિવાદ તેનો પીછો છોડે નહીં. મોજાએ સામાન્ય બાબત છે, પણ જે વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવ્યાં તેનું કદ મોટું છે. ગુનો કોણે આચર્યો છે તેના પરથી મિડિયા સમાચારને વેઈટેજ આપતી હોય છે. ભારતના ખેલાડીએ કોઈ ગુનો કર્યો નહોતો પણ તેના પર મેનેજર હેમુ અધિકારી દ્વારા દબાણ લાદવામાં આવી રહ્યું હતું કે, તે ગમે તે ભોગે ગુનો કબૂલ કરી વિવાદિત વાર્તાનો અંત લાવી દે, કારણ કે ભારતીય ટીમની આબરુ જઈ રહી હતી. ભારતના ખેલાડીને કાયદાકીય ટેકો આપવાની જગ્યાએ આરોપ માનવાનું કહેવામાં આવી રહ્યું હતું. એ આરોપ, જે તેણે કર્યો જ નહોતો. તેણે ઓક્સફર્ડ સ્ટ્રીટમાંથી મોજાની બે જોડી ચોરી જ નહોતી. આ ખેલાડીનું નામ સુધીર નાઈક. છેલ્લી ટેસ્ટમાં પર્દાપણ કરીને તેણે 77 રનની ઈનિંગ રમી અંગ્રેજોનો પરસેવો છોડાવી દીધો હતો. અંગ્રેજ ટીમની ઉપર આ ખેલાડી ભારે એટલે પડી રહ્યો હતો કે જ્યાં એક તરફ ભારતીય ટીમનો એક એક ખેલાડી ગણતરીની મિનિટમાં પવેલિયન પરત ફરતો હતો ત્યાં બીજ બાજુ નાઈક ક્રિઝ પરથી હટવાનું નામ નહોતો લેતો. 77 રનની ઈનિંગ રમ્યા બાદ નાયક પર આ આરોપ લાગ્યો હતો.

ભારતીય ટીમનો વર્ષ 1974નો પ્રવાસ કોઈ દિવસ યાદ ન કરવો જોઈએ. જોકે સારો ઈતિહાસ યાદ કરવામાં નથી આવતો. ખરાબ ઈતિહાસનું સ્થાન ઈતિહાસમાં કોઈક મોટું સ્થાન ભોગવતું હોય છે. હાર કરતાં પરાજયની ચર્ચા વધારે થાય છે. અજીત વાડેકરની કેપ્ટનશીપ હેઠળ સુનીલ ગાવસ્કર, ગુડપ્પા વિશ્વનાથ, ભગવત ચંદ્રશેખર, એસ. વેન્કટ રાઘવન જેવા ઊચ્ચ કોટીના ખેલાડીઓ હોવા છતાં ભારતીય ટીમની હાલત ખસ્તા થઈ ગઈ હતી.

ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમનું સૂરસૂરિયું થઈ ગયું. ઈંગ્લેન્ડ સામે તે ત્રણે ટેસ્ટ મેચ હારી ગઈ. ઉપરથી 42 રનમાં ઓલઆઉટ થવાનો શર્મજનક કિર્તીમાન પણ 1974માં નોંધાયો. આ રેકોર્ડ 46 વર્ષ સુધી અણનમ રહ્યો અને કોહલી બ્રિગેડે તેને ઓસ્ટ્રેલિયા સામે એડિલેડના મેદાનમાં તોડતા 36 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ. જોકે 36 રનની પાછળ ભારતીય ટીમની મોટી જીત પણ રહેલી છે. જેથી એ 36 રન આપણને કોઈ દિવસ કાંટાની જેમ નહીં ચૂભે જ્યારે 42 રનમાં ઓલઆઉટ થવું એ આજે પણ ભારતીય ટીમની ચાડી ખાઈ છે.

ભારતીય ટીમે વનડેમાં પણ ત્યારે જ પર્દાપણ કર્યું હતું. અંગ્રેજોની ટીમ પહેલાથી અનુભવસજ્જ હતી. ભારતની ટીમના 11 ખેલાડીઓ પહેલી વખત વનડે રમી રહ્યાં હતાં. પ્રથમ બંને વનડે ભારતીય ટીમ હારી ગઈ. ભારતીય ટીમ માટે આ નામોશીભર્યો પરાજય હતો. અજીત વાડેકરનાં કરિયર માટે આ હાર ઘાતક સાબિત થઈ.

આ પહેલા 1971-73ના સમયગાળામાં અજીત વાડેકરે સતત ત્રણ ટેસ્ટ સિરીઝ જીતીને ભારતીય ટીમને વિશ્વ ક્રિકેટની સામે ગર્વથી ઊભી રાખી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમને તેની જ ધરતી પર ધૂળ ચાટતી કરી દીધી હતી. ભારત આવેલ ઈંગ્લેન્ડની ટીમની ખરાબ સ્થિતિ કરી દીધી હતી. આ જ કેપ્ટન વાડેકરની કેપ્ટનશિપે ઈંગ્લેન્ડમાં શરણાગતિ સ્વીકારી લીધી.

હાર અને જીત એ રમતનો ભાગ હોય છે. એ ખરા સમયે ફેન્સ નથી સમજતા. ગુસ્સો ક્ષણિક આવેગ છે પણ એની તબાહીનો તો ગુસ્સો પૂર્ણ થયા બાદ જ ખ્યાલ આવે છે. વાડેકરના ઘર પર પથ્થરમારો થયો. ટીમના અનુભવી ખેલાડીઓ અને કેપ્ટનની વચ્ચે તિરાડ હોવાની ખબર ફેલાઈ ગઈ હતી. વાડેકરને જ્યારે ખબર પડી કે તેની પાસેથી વેસ્ટ ઝોનની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે, તો તેણે ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધું. વાડેકરની સાથે એ થયું જે કોઈ અન્ય ક્રિકેટરની સાથે વર્તમાન સમયમાં થાય તો કાળી ટીલડી જ લાગી જાય. ભારતીય ક્રિકેટને વાડેકરે નવી ઊંચાઈ બક્ષી હતી. જોકે વાડેકર એક સિરીઝના પરાજયથી એ ઊંચાઈ ગુમાવી બેઠા. હીરો તાત્કાલિક ઝીરો બની ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments