Homeગુર્જર નગરીફેન! જૂનાગઢનો શાહરૂખ ખાન સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો, સેલ્ફી લેવા પડાપડી...

ફેન! જૂનાગઢનો શાહરૂખ ખાન સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો, સેલ્ફી લેવા પડાપડી…

Team Chabuk-Gujarat Desk: શાહરૂખ ખાનના મન્નત બંગલાની બહાર તેમના જન્મદિવસ પર ફેન્સની ભીડ ઉમટી પડે છે. એ જ સીન શાહરૂખ ખાનની ફેન ફિલ્મમાં પણ લેવામાં આવેલો હતો. એ સીન તો વીએફએક્સની મદદથી લેવામાં આવ્યો હતો, પણ હવે જે વ્યક્તિને તમે નીચેની તસવીરમાં જોવાના છો એ વીએફએક્સ નથી. એ રિયલ છે. એ શાહરૂખ ખાનની આબેહુબ પ્રતિમા છે. એક વખત શાહરૂખની બાજુમાં ઊભો રાખવામાં આવે તો અસલી કોણ અને નકલી કોણ તેનો ફર્ક કરતા ભૂલી જાવ.

શાહરૂખ ખાનના ડુપ્લિકેટનું નામ છે ઈબ્રાહિમ કાદરી. ગુજરાતના જૂનાગઢનો રહેવાસી છે. સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જ્યારે એક આર્ટિકલ મિડિયામાં વાઈરલ થયો ત્યારે ગુજરાતમાં સામાન્ય સ્ટોરી તરીકે એન્ટરટેઈનમેન્ટ વિભાગમાં બનેલી, પણ બાદમાં ખબર પડી કે આ તો ગુજરાતનો છે; તો ગુજરાતી મિડિયાની લાઈન લાગી ગઈ. એની સ્ટાઈલ, એનાં કપડાં, એની દાઢી બધુ શાહરૂખ ખાનની જેવું જ છે. શાહરૂખની આ આબેહુબ નકલની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે. મિડિયા તેને કવર કરવા પડાપડી કરી રહી છે.

ઈબ્રાહીમે કહ્યું છે કે, એ જૂનાગઢમાં પેંઈન્ટિંગનું કામ કરતો હતો. જે પણ કમાણી થતી એ શાહરૂખ ખાન બનવામાં ખર્ચાય જતી હતી. એ પછી તેમની એક્ટિંગ અનેં ડાઈલોગની નકલ કરવા લાગ્યો તો હું ફેમસ થઈ ગયો. લોકો મને પ્રોગ્રામમાં બોલાવવાં લાગ્યાં. હવે તો વધારે કમાણી કરી શકું છું. પણ જો કોરોનાનો સમય પૂરો થાય તો હું રિયલ શાહરૂખને મળવા માગુ છું.

ઈબ્રાહિમે શાહરૂખની દિવાના, જોશ, રઈસ, કુછ કુછ હોતા હૈ, ડોન, જેવી લોકપ્રિય ફિલ્મોની સ્ટાઈલ કોપી કરે છે. તેની આ કારણે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર જબરી ફેન ફોલોઈંગ છે. તસવીર કે વીડિયો જોઈ લોકો અસલીને જોઈ રહ્યાં હોય એવી ફિલીંગ આવે છે. શાહરૂખ ખાનની જ ફેન ફિલ્મનો ડાઈલોગ છે. ‘‘કનેક્શન ભી ના કમાલ કી ચીજ હૈ, બસ, હો ગયા તો હો ગયા. વાઈફાઈ, બ્લુટૂથ સે ભી સ્ટ્રોંગ હૈ અપના કનેક્શન….’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments