Homeગુર્જર નગરી1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અને દાઉદ ગેંગના ચાર શખ્સો અમદાવાદથી ઝડપાયા

1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અને દાઉદ ગેંગના ચાર શખ્સો અમદાવાદથી ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: ગુજરાત ATS દ્વારા 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દાઉદ ગેંગના ચાર સાગરીતની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાની જગ્યા બદલી નાખી હતી. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ખોટી નીકળી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.

અમદાવાદ એરપોર્ટ નજીકથી ધરપકડ

આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલાં દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા ATSના હાથે ઝડપાયા ગયા હતા.

આરોપીઓએ 1993ના સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, તેઓ હજી પણ દાઉદ ગેંગના સંપર્કમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના આધારે હવે ડી કંપનીના વધુ કનેક્શન ખુલી શકે છે. તેઓ શા માટે અમદાવાદ આવી રહ્યા હતા, જો તેમના અમદાવાદમાં કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી સફળતા સાબિત થશે. આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments