Team Chabuk-Gujarat Desk: નવસારીના વાંસદાના મીંઢાબારી ગામે લગ્ન પ્રસંગ બાદ એક દુઃખદ ઘટના બની છે. લગ્નમાં મળેલી એક ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચી છે. લગ્નમાં આવેલી આ ગિફ્ટ કન્યાની બહેનના પૂર્વ પ્રેમીએ આપી હોવાનું પણ સામે આવ્યું છે. ગિફ્ટમાં મળેલા રમકડાંને ચાર્જ કરવા જતાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીત અને તેના 3 વર્ષીય ભત્રીજા જીયાન ગાવીતને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા છે.
વરરાજા લતેશ ગાવીતને હાથ, માથા અને મોઢા પર ગંભીર ઇજા થઈ છે. જબરદસ્ત થયેલા બ્લાસ્ટમાં લતેશનો ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો પડી ગયો છે. બંને આંખોમાં પણ ગંભીર ઇજા થતાં નવસારીની આંખની હોસ્પિટલમાં રીફર કરાયો છે. આ ઉપરાંત તેના ભત્રીજા જીયાનને પણ માથામાં ગંભીર ઇજા થતાં ખોપડીમાં ફેક્ચર થયું છે.
મીંઢાબારી ગામે લગ્ન પ્રસંગ બાદ આખો પરિવાર લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલીને જોવા બેઠો હતો તે દરમિયાન એક ગિફ્ટ ખોલતાં તેમાંથી રમકડું નીકળ્યું હતું. આ રમકડાંને ચાર્જિંગમાં મૂકવા જતાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. લગ્ન પ્રસંગમાં મળેલી ગિફ્ટ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ગંગપુર કન્યાના ઘરે મોટી દીકરી સાથે લીવ ઇનમાં રહેતા પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે આ રમકડાંની ગિફ્ટ મોકલી હતી. પરિવારે વાંસદા પોલીસમાં ઘટનાને પગલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
