Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુર જિલ્લમાં ઓરસંગ નદીના ચેકડેમમાં 3 બાળકો નહાવા પડ્યા હતા. જેમાંથી બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે એક બાળકનો બચાવ થયો છે. ત્રણેય બાળકો નદીની સામે પાર આવેલી ડોન બોસ્કો સ્કૂલના સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં. બાળકો ચેક ડેમમાં નહાવા પડતા ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા. બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા અને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા. પરંતુ કમનસીબે કાવ્ય અને કૃષ્ણા નામના બે બાળકોને બચાવી ન શકાયા. જ્યારે ધાર્મિકનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોચતા એક બાળકનો આબાદ બચાવ થયો હતો. મહત્વનુ છે કે, છોટા ઉદેપુરમા બાળકો ઓરસંગ નદી નજીક આવેલી શાળામાં ભણતા હતા ત્યાના શિક્ષકો અને અધિકારીઓને આ વાતની જાણ થતાં તમામ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. ઘટનાની જાણ 108 ની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી. પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત