Homeગુર્જર નગરીછેલ્લો વીડિયો: યુવક વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે જ મળ્યું કમકમાટીભર્યું મોત…

છેલ્લો વીડિયો: યુવક વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે જ મળ્યું કમકમાટીભર્યું મોત…

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયાનું ઘેલું ક્યારેક મોતને નોતરે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જ્યાં સસ્તી પ્રસિદ્ધી મેળવવા એક યુવક જ્યારે વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે જ તેને મોત મળ્યુ.

વીડિયો બનાવતાં સમયે યુવક થોડો બેદરકાર બન્યો અને આ જ સમયે પળવારમાં જ તેને જીવ ગુમાવવો પડ્યો. સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે. કે જ્યાં નેપાળથી બે દિવસ પહેલા જ કામની શોધમાં આવેલો યુવક મોતને ભેટ્યો.

ઘટના કંઈક એવી છે કે, સુરત આવેલો આ યુવક ટ્રેન સાથે વીડિયો બનાવી રહ્યો હતો. યુવક પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ સમયે અચાનક જ ટ્રેન આવી ગઈ અને તેને ટ્રેનની જોરદાર ટક્કર વાગી. આ દુર્ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું.આ કિસ્સો એ લોકો માટે ચેતવણવીરૂપ છે જેમને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. જેઓ આવા ખતરનાક વીડિયો બનાવે છે. સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે જોખમી વીડિયો બનાવે છે.

મળતી માહિતી મુજબ મૂળ નેપાળનો વતની એવો 19 વર્ષીય પ્રકાશ મંગલ નામનો યુવાન બે દિવસ પહેલા જ ભારતમાં આવ્યો હતો. સુરતમાં તેના સંબંધીઓને ત્યાં રોકાયો હતો. ગઈકાલે રાત્રે સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં યુવક વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રેને તેને અડફેટે લીધો હતો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments