Homeગામનાં ચોરેપોલીસની મોટી કાર્યવાહીઃ ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદ અને શૂટરનું એન્કાઉન્ટર

પોલીસની મોટી કાર્યવાહીઃ ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદ અને શૂટરનું એન્કાઉન્ટર

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે. ઉમેશ પાલ હત્યાકેસમાં વોન્ટેડ ગેંગસ્ટર અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને શૂટર ગુલામનું યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. STF એ ઝાંસીમાં એન્કાઉન્ટર કર્યું હતું. બંને પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા બાદ જ તે ફરાર થઈ ગયો હતો. એસટીએફ બન્નેને શોધી રહી હતી તે દરમિયાન ઝાંસીમાં તેઓનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અસદ અહમદ અને ગુલામ બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા અને બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ઝાંસીના ડીએસવી નવેન્દુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં યૂપીએસટીએફ ટીમની સાથે અથડામણમાં બંને માર્યા ગયા છે. બંનેની પાસેથી વિદેશી હથિયાર પણ મળ્યા છે.

ઝાંસીમાં યૂપી એસટીએફે મોટી કાર્યવાહી કરી છે. એસટીએફ તરફથી જણાવવામાં આવ્યું કે આ લોકોની ઘેરાબંધી થઈ તો અસદ અને ગુલામ ફાયરિંગ કરવા લાગ્યા હતા. તેના પર જવાબી કાર્યવાહી થઈ, જેમાં બંને માર્યા ગયા છે. યૂપી એસટીએફના એડીજી અમિતાભ યશે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને પાસેથી વિદેશી હથિયાર મળ્યા છે. 

આ કાર્યવાહી અંગે ઉમેશ પાલના માતાએ કહ્યું કે, મારા પુત્રને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આજની કાર્યવાહીથી અમને થોડી શાંતિ મળી છે. મારા પુત્રના હત્યારાઓને મારી નાખવામાં આવ્યા હતા. આ જે 2 એન્કાઉન્ટર થયા છે, તેઓને તેમના પાપોની સજા મળી છે. યોગીજીનો આભાર.

ઉમેશ પાલ હત્યાકેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ગુરુવારે કોર્ટમાં હાજર કરાયા હતા. સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ દરમિયાન અચાનક જ તેના દિકરાના એન્કાઉન્ટરના સમાચાર આવે છે. ત્યારે કોર્ટ પરિસરમાં જ અતીક રડવા લાગ્યો હતો. થોડી વાર પછી તેણે પીવાનું પાણી માંગ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments