Homeગુર્જર નગરીહાર્ટ એટેકે લોકોની ચિંતા વધારી, રાજકોટમાં વધુ બે યુવકોના મોત થયા

હાર્ટ એટેકે લોકોની ચિંતા વધારી, રાજકોટમાં વધુ બે યુવકોના મોત થયા

Team Chabuk-Gujarat Desk: હાર્ટ એટેકના એટલા બધા કેસ સામે આવી રહ્યા છે કે લોકો અને ડૉક્ટર પણ ચિંતામાં છે. રાજકોટમાં દરરોજ હાર્ટ એટેકના બનાવો સામે આવે છે. આજે વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. હાર્ટ એટેકથી વધુ બે યુવકોના મોત થયા ચકચાર મચી ગઈ છે.

રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, કોઠારીયા મેઇન રોડ ઉપર ખોખડદડ નદી પાસે આવેલા ઓમ ઉદ્યોગનગરમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા રસીદખાન નથુખાન બાર નામનો 34 વર્ષનો યુવાન કારખાનામાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

રાજકોટ તાલુકાના કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભૂત નામના 45 વર્ષનો યુવાન સવારના દસેક વાગ્યાના અરસામાં ખોરાણા ગામે આવેલી પોતાની વાડીએ હતા, ત્યારે રાજેશભાઈ ભૂતને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેથી રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments