Homeગુર્જર નગરીનવરાત્રિમાં ખેલૈયાઓ પર તોળાતો હાર્ટ એટેકનો ખતરો, ગ્રાઉન્ડમાં ડૉક્ટરની ટીમ હાજર રહેશે

નવરાત્રિમાં ખેલૈયાઓ પર તોળાતો હાર્ટ એટેકનો ખતરો, ગ્રાઉન્ડમાં ડૉક્ટરની ટીમ હાજર રહેશે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ દરેક લોકો ચિંતામાં છે. છેલ્લા કેટલાક દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકના કારણે યુવકોના મોત નીપજી ચૂક્યા છે. જેને લઇ આ વખતે રાજકોટના મોટાભાગના ગરબા આયોજક દ્વારા નવરાત્રિ દરમિયાન એક ડોક્ટરોની ટીમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી જો કોઈપણ સ્થિતિ સર્જાય તો તાત્કાલિક ડોક્ટરની સારવાર મળી શકે. આ સિવાય ત્યા હાજર રાખવામાં આવેલા લોકોને CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

navratri

ગરબા રમતા યુવા વર્ગને હાર્ટ એટેક આવાની ઘટનાને લઇ રાજકોટ IMA પ્રેસિડેન્ટ ડૉ. પારસ શાહે ખેલૈયાઓને ગરબા રમતા પહેલા વોર્મઅપ કરવા અપીલ કરી છે. આ સાથે આયોજકોને સતત 2 કલાક ખેલૈયાઓ ને ના રમાડવા તેમજ ખેલૈયાઓને બહુ ગીચમાં રમાડવાની જગ્યાએ નાના-નાના રાઉન્ડ રમાડવા અપીલ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments