Homeગુર્જર નગરીવતન વાપસીઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો ગુજરાત પહોંચ્યા

વતન વાપસીઃ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમારો ગુજરાત પહોંચ્યા

Team Chabuk-Gujarat Desk: પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા વધુ ૨૦૦ માછીમારોને મુક્ત કરવામાં આવતા તેઓ વાઘા બોર્ડર થઈ ખાસ ટ્રેન મારફત રવિવારની મોડી રાતે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આ માછીમારોનું સ્વાગત કરી વતનમાં આવકારવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના ૧૮૧ જેટલા માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ વધુ ૨૦૦ સાગરખેડુઓ આઝાદ થતા તેમના પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૭૧ માછીમારોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધુ ૧૨૯ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫ અને પોરબંદરના ૪ માછીમારોને પાકિસ્તાનના કરાંચીની જેલમાંથી મુક્તિ મળી છે. તેમની સાથે બિહારના ૩, દિવના ૧૫, મહારાષ્ટ્રના ૬ અને ઉત્તરપ્રદેશના ૫ માછીમારોને પણ વર્ષો બાદ વતનની રાહ જોવા મળી છે.

doctor plus

આ માછીમારોને વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો અપહરણ કરી લેવામાં આવ્યા હતા. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ બંધુકની અણી ઉપર આ માછીમારોના અપહરણ કરીને પાકિસ્તાનની જેલની પૂરી દેવામાં આવ્યા હતા.

તેને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા સાથે સતત સંકલન સાધ્યું હતું. કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે આ માછીમારોને મુક્તિ મળી હતી.

આ માછીમારોને પાકિસ્તાનના તંત્રવાહકો દ્વારા અમૃતસર સ્થિત વાઘા બોર્ડર ખાતે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં ભારતને સોંપવામાં આવ્યા હતા. માછીમારોની તબીબી તપાસણી કરી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ માછીમારોને લેવા માટે રાજ્યનું મત્સ્ય ઉદ્યોગ ખાતું અને પોલીસની એક ટીમ પણ વાઘા બોર્ડર ખાતે ગઈ હતી. આ ટીમની સાથે આ ૨૦૦ સાગરખેડુઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમને ખાનગી બસ મારફતે વતનમાં મોકલવામાં આવ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મત્સ્ય ઉદ્યોગ ખાતાના સમીર આરદેશણા સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા અને બાદમાં બસમાં બેસાડી ગીર સોમનાથ તરફ રવાના કર્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments