HomeસિનેમાવાદGufi Paintal: મહાભારત સિરિયલમાં શકુનિ મામાની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૂફી પેન્ટલનું નિધન

Gufi Paintal: મહાભારત સિરિયલમાં શકુનિ મામાની ભૂમિકા ભજવનાર અભિનેતા ગૂફી પેન્ટલનું નિધન

Team Chabuk-Entertainment Desk: મહાભારત (mahabharat) સિરિયલમાં શકુનિ મામાની ભૂમિકા ભજવનાર ગૂફી પેન્ટલનું (Gufi Paintal) આજે સોમવારે સવારે નિધન (passaway) થયું છે. 78 વર્ષીય ગૂફી પેન્ટલના નિધનથી સિને જગતમાં શોકનો માહોલ છવાયો છે. ગૂફી પેન્ટલ છેલ્લા ઘણા દિવસથી મુંબઈની અંધેરીની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ગૂફી પેન્ટલના નિધનના સમાચારની પુષ્ટિ તેઓના સાથી કલાકાર સુરેન્દ્ર પાલે કરી છે. આજે સાંજે 4 વાગ્યે ગૂફી પેન્ટલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

doctor plus

ગૂફીની તબિયત બગડી ત્યારે તેઓ ફરીદાબાદમાં હતા. તેમને પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારપછી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ગુફી પેન્ટલે 1980ના દાયકાના ઘણા ટીવી શો સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સાથે તેમણે બીઆર ચોપરાની હિટ ટીવી સિરિયલ ‘મહાભારત’માં શકુનિ મામાની ભૂમિકા ભજવી હતી. 80ના દાયકામાં આવતી આ સિરિયલ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સિરિયલ બે વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલી હતી. આ સિરિયલ તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય થઈ હતી. આ સિરિયલમાં ગૂફી પેન્ટલે શકુનિ મામાની ભૂમિકા ભજવી હતી.

ગૂફીએ 1975માં ‘રફુ ચક્કર’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તે 80ના દાયકામાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. જોકે, ગૂફીને વાસ્તવિક ઓળખ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ શો ‘મહાભારત’થી મળી હતી. જેમાં તેમણે શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. ગૂફી છેલ્લે સ્ટાર ભારતના શો ‘જય કન્હૈયા લાલ કી’માં જોવા મળ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments