Homeગુર્જર નગરીજેતપુરમાં પૈસા પરત માગવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ પતિ સાથે મળી લમધારી નાખ્યો

જેતપુરમાં પૈસા પરત માગવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ પતિ સાથે મળી લમધારી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જેતપુર તાલુકામાં પ્રેમિકાએ પતિની મદદ વડે પ્રેમીને લમધાર્યાની ફરિયાદ દાખલ કરતાં ચકચાર મચી જવા પામી છે. જેતપુરના ઘેટાવાળા પ્લોટમાં પ્રેમ પ્રકરણ સબબ ઉછીના પૈસા માંગવા આવેલા પ્રેમીને પ્રેમિકા અને તેના પતિએ મળી મેથીપાક ચખાવ્યો હતો. લાકડી અને બેટ વડે પ્રેમીની પીટાઈ કરતાં તેને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રેમિકા અને પતિની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ સંજય સુનિલભાઈ ડાભી નામના બાવીસ વર્ષિય યુવાને પોલીસ ફરિયાદમાં ચેતના નિલેશભાઈ ગોહેલ અને તેના પતિ નિલેશ ગોરધરનભાઈ ગોહેલનું નામ લખાવ્યું છે. પીડિતના જણાવ્યા અનુસાર તેણે પ્રેમિકા ચેતનાને કટકે કટકે એંસી હજાર જેટલી રકમ આપી હતી. આ બેઉં વચ્ચે પાંચ મહિનાથી પ્રેમ પ્રકરણ ચાલતું હોવાનું પણ ફરિયાદીનું કહેવું છે. રૂપિયા આપ્યા બાદ પરત માગતા પ્રેમિકા છંછેડાઈ ગઈ હતી.

પ્રેમિકા ચેતના અને તેના પતિ નિલેશે લાકડી અને બેટ વડે સંજય પર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમી સંજય ઘાયલ થતાં તેને પ્રથમ જેતપુર અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ અંગે જેતપુર પોલીસ મથક દ્વારા પ્રેમિકા અને તેના પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments