Team Chabuk-Gujarat Desk: સંધ્યાટાણું થતાંની સાથે જ ઠેકઠેકાણે લોકો હોળી પ્રગટાવવામાં માટે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્વક હોળીનું પ્રાગટ્ય કર્યું હતું. હોળીનો દિવસ નજીક હોય તજજ્ઞોથી લઈને લોકોના મનમાં એક જ વિચાર ઘુમરી રહ્યો હતો કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે? કારણ કે હોળીની ઝાળ જે દિશામાં જાય તે દિશામાં આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન વ્યક્ત કરવામાં આવે છે. ઉપરથી ઉનાળાની ઋતુ પણ કેવી રહેશે તેના પર પણ મત વ્યક્ત કરવામાં આવે છે.
જૂનાગઢ શહેરના ગીરનાર રોડ પર દામોદર કુંડ ઘાટ પર વૈદિક હોળી મુહૂર્ત મુજબ રાતના નવ વાગ્યે અને બે મિનિટે પ્રગટાવવામાં આવી હતી. અહીં ભાવિકો અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હોળીની પ્રથમ ઝાળ વાયવ્યથી અગ્નિ તરફ અને બાદમાં પૂર્વ તરફ ગઈ હતી. જેથી આગામી વર્ષ સારું રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તજજ્ઞો દ્વારા દેશી પદ્ધતિ મારફતે વરસાદ પણ સારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ વર્ષે ઉનાળો પણ કાળોકેર વર્તાવશે તો જૂન મહિના પહેલા વરસાદ ખૂબ પવન સાથે ખાબકશે. વધુમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે, આ વખતે લીમડો ભરપૂર ખીલ્યો છે, કેસૂડો પણ લૂમી ઝૂમી રહ્યો છે. તો ચણીયાબોર પણ ખૂબ આવ્યા છે. જેથી દુષ્કાળ તો નહીં પડે. આ વસ્તે કોઈ લાલ વસ્તુ મોંઘી રહેશે તેવું કહેવામાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
