Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જેલ પાસેથી બે દિવસ પહેલા એક અપરિચિત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ ભિક્ષુક હોવો જોઈએ અથવા તો કચરા ઉપાડવાનો વ્યવસાય કરતો હોવો જોઈએ. આ યુવાનના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીંકી અજાણ્યો અપરાધી ફરાર થઈ ગયો હતો. હવે આ ગુનાહિત કૃત્ય પરથી પડદો હટી ગયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામગીરી હાથ ધરતા આરોપીની ધરપકડ કરી છે.
આ હત્યા સંતોષ અશ્વિનભાઈ બુટીયા નામના અને અમદાવાદ જિલ્લાના ધંધુકાના બાજરડા ગામમાં રહેતા 19 વર્ષીય લબરમૂછિયાએ કરી હોવાનું સામે આવ્યું છે. હત્યાને અંજામ આપ્યા બાદ તે લીમડી તરફ નાસી ગયાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને અહીં લીમડી પહેલા પાણીની નહેર નજીકથી આરોપી મોટરસાઈકલમાં સાથે મળી આવ્યો હતો.
શરૂઆતમાં પોલીસે ઢીલાશ વાપરી હતી અને સવાલના જવાબ પૂછ્યા હતાં પણ આરોપી જ્યારે પોલીસથી પણ ચાલાક હોય એમ ફિલ્મી સ્ટાઈલમાં ગોળ ગોળ જવાબ આપી વાતને ઘુમાવી કહી રહ્યો હતો. અંતે પોલીસે લાલ આંખ કરતા લબરમૂછિયા હત્યારાએ બધું ઓકી નાખ્યું હતું. સંતોષે કબૂલ કર્યું હતું કે તેણે રેલ્વે સ્ટેશનની પાસે ભંગાર વીણતા આ શખ્સને એંસી રૂપિયા ઉધાર આપ્યા હતા. બાદમાં ઉઘરાણી કરતા તેણે પરત નહોતા આપ્યા. જેથી તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
