Homeગુર્જર નગરીછોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદઃ રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮...

છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદઃ રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

ક્વાંટ તાલુકામાં ૪૩૨ મિ.મી., જાંબુઘોડામાં ૪૨૬ મિ.મી., જેતપુર પાવીમાં ૪૦૩ મિ.મી., છોટાઉદેપુરમાં ૩૩૦ મિ.મી., વઘઈમાં ૨૮૮ મિ.મી., આહવામાં ૨૭૫ મિ.મી., ધરમપુરમાં ૨૨૫ મિ.મી., અમદાવાદ શહેરમાં ૨૧૯ મિ.મી., સુબીરમાં ૨૧૧ મિ.મી., વાંસદામાં ૨૦૯ મિ.મી., કપરાડામાં ૨૦૪ મિ.મી., સાગબારામાં ૧૯૭ મિ.મી., સંખેડામાં ૧૮૮ મિ.મી., ડેડીયાપાડામાં ૧૮૬ મિ.મી., ડોલવણમાં ૧૮૦ મિ.મી., ઘોઘંબામાં ૧૫૮ મિ.મી., નડિયાદમાં ૧૪૩ મિ.મી., ગોધરામાં ૧૩૭ મિ.મી., સોજીત્રામાં ૧૩૬ મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં ૧૩૫ મિ.મી., તિલકવાડા અને હાલોલમાં ૧૩૦ મિ.મી., ઉમરપાડામાં ૧૨૯ મિ.મી., ખેરગામમાં ૧૨૩ મિ.મી., મોરબીમાં ૧૨૧ મિ.મી., માતરમાં ૧૧૮ મિ.મી., ગરુડેશ્વરમાં ૧૧૩ મિ.મી., વસોમાં ૧૦૬ મિ.મી. એમ કુલ ૩૦ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ડભોઇમાં ૯૯ મિ.મી., ખેડામાં ૯૭ મિ.મી., ધોલેરામાં ૯૫ મિ.મી., આણંદમાં તથા શહેરામાં ૯૨ મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં ૮૯ મિ.મી., ગણદેવીમાં ૮૫ મિ.મી., ખંભાતમાં ૮૪ મિ.મી., વાઘોડિયામાં ૮૨ મિ.મી., પેટલાદમાં ૮૧ મિ.મી., મહુવામાં ૮૦ મિ.મી., નવસારીમાં ૭૯ મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં ૭૮ મિ.મી., નાંદોદમાં ૭૭ મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં ૭૩ મિ.મી., દહેગામમાં ૭૧ મિ.મી., કુકરમુંડામાં ૭૦ મિ.મી., પારડીમાં ૬૭ મિ.મી., કાલોલમાં ૬૫ મિ.મી., સાણંદમાં ૬૪ મિ.મી., વાપી તથા કડીમાં ૬૨ મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં ૬૦ મિ.મી., જલાલપોરમાં ૫૯ મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં ૫૮ મિ.મી., નખત્રાણામાં ૫૬ મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં ૫૫ મિ.મી., નિઝરમાં ૫૪ મિ.મી., માંગરોળ અને વડોદરામાં ૫૨ મિ.મી. એમ કુલ ૩૯ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૯ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments