Homeગુર્જર નગરીમધ્ય ગુજરાતમાં મેઘતાંડવઃ છોટાઉદેપુરના બોડેલીમાં 17 ઈંચ વરસાદ, જનજીવન ઠપ, ઘરમાં ત્રણ...

મધ્ય ગુજરાતમાં મેઘતાંડવઃ છોટાઉદેપુરના બોડેલીમાં 17 ઈંચ વરસાદ, જનજીવન ઠપ, ઘરમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું, નદીઓ ગાંડીતૂર

Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુર જિલ્લામાં આકાશી આફતના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં અનરાધાર વરસાદ વરસ્યો. સૌથી વધુ બોડેલીમાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જ્યારે જેતપુર પાવી અને ક્વાંટમાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો.

સાંબેલાધાર વરસાદના કારણે જિલ્લાના અનેક ગામ પાણીમાં તરબોળ થયા..બોડેલી, ઢોકલીયા અને અલીખેરવા ગામમાં વરસાદી પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મકાનો, દુકાનો અને રસ્તામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. બીજી તરફ ભારે વરસાદને કારણે છોટાઉદેપુરમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેતપુર પાવી, બોડેલી, નસવાડી અને સંખેડામાં NDRFની ટીમ ખડેપગે છે.

નસવાડીના કાળીડોળીથી રાજબોડેલીના રસ્તા પર પાણી ફરી વળતા વાહચાલકો પરેશાન થયા હતા. અશ્વિન નદીમાં ઘોડાપૂર આવતા કાળીડોળીથી પસવાળીને જોડતા બ્રિજનો એપ્રોચ તૂટ્યો હતો. તો બ્રિજમાં પણ તિરાડ પડી હોવાના અહેવાલ છે.

ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો. 10 જુલાઈએ ટ્રેન નં. 09169 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર અને 09170 છોટાઉદેપુરપ્રતાપનગર પેસેન્જર બોડેલી – પાવી સ્ટેશન વચ્ચે ટ્રેક વોશઆઉટને કારણે રદ કરવામાં આવી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments