Homeગુર્જર નગરીઆકાશી આફત ! હજુ આટલા દિવસ ભારે, જાણો મેઘરાજા ક્યાં કરી...

આકાશી આફત ! હજુ આટલા દિવસ ભારે, જાણો મેઘરાજા ક્યાં કરી શકે છે તાંડવ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે કે, 1 જુલાઈ સુધીમાં મેઘરાજા તાંડવ મચાવી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ નોંધાયો. બોડેલી, ક્વાંટ, જાંબુઘોડા, જેતપુરપાવી, છેટાઉદેપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. આ તમામ વિસ્તારોમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.     જ્યારે સાગબારા, સંખેડા, દેડિયાપાડા, ઘોઘંબા, ડોલવણ, વાંસદા, નડિયાદ, ગોધરા, સોજિત્રામાં પણ 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યારસુધીમાં 36 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો કુલ 12 ઈંચ વરસાદ થયો છે. કચ્છમાં અત્યારસુધીમાં 11.75 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે ઉત્તર ગુજરાતમાં 5.78, દક્ષિણ ગુજરાતમાં 24.28 ઈંચ, મધ્ય ગુજરાતમાં 9.53 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 11.12 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારે વરસાદથી નદીનાળા છલકાયા છે. 11 જળાશય 100 ટકા કે તેથી વધુ, 18 જળાશય 70થી 100 ટકા, 25 જળાશય 50 ટકાથી 70 ટકા, 101 જળાશયમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. 100 ટકાના જળસંગ્રહ ધરાવતાં બે જળાશય મળી કુલ 13 જળાશય હાઈ એલર્ટ પર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશય એલર્ટ પર તથા 70થી 80 ટકા ભરાયેલાં 7 જળાશય માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments