Homeગુર્જર નગરીવડોદરાની 22 વર્ષીય યુવતીએ હોટલમાં કરી આત્મહત્યા

વડોદરાની 22 વર્ષીય યુવતીએ હોટલમાં કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk : વડોદરામાં પારૂલ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિનીએ સયાજીગંજ વિસ્તારમાં હોટલમાં આપઘાત કરી લીધો. આપઘાત કરનારી 22 વર્ષીય યુવતી સોનમકુમારી સુનિલકુમાર સિંગ મૂળ બિહારની હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરનારી યુવતી પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સુસાઈડ નોટમાં શું છે ?

સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, સોરી પ્લીઝ મુજે માફ કર દેના મમ્પી-પાપા. આઈ એમ સો સોરી. મેં આપકો બીના કુછ બતાયે આપ લોગો સે ઈતના દૂર જા રહી હું. મેં બહુત પરેશાન હો ગઈ થી અપની લાઈફ સે. મુજ મેં જીને કી ઈચ્છા ખતમ હો ગઈ થી. સોરી આપ સબકો, હો શકે તો પ્લીઝ મુજે માફ કર દેના. ઔર આપ લોગ સબ અપના ખ્યાલ રખના. આઈ લવ યુ સો મચ. આપ લોગોને મુજે મેરી લાઈફ કી હર ખુશી દી લેકીન મેં આપલોગો કો ઈતના સેડ કરકે આપસે ઈતની દૂર જા રહી હું. સોરી પ્લીઝ મુજે માફ કર દેના.

યુવતીએ અંગ્રેજી ફોન્ટમાં હિન્દી ઉચ્ચારણ સાથે સુસાઈડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, હું મારા જીવનથી કંટાળી ગઈ છું. જો કે, તેણે ઉલ્લેખ નથી કર્યો કે, કઈ વાતથી તે કંટાળી ગઈ હતી. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.

જાણ કેવી રીતે થઈ ?

સાંજે ટ્રેનમાં જવાનું છે તેમ કહીને વડોદરાની અદિતી હોટલમાં રોકાઈ હતી. આ દરમિયાન સાંજે બે મિત્રો તેને હોટલમાં મળવા પહોંચ્યા હતા. જો કે, દરવાજો ખખડાવવા છતાં અદિતીએ દરવાજો ખોલ્યો ન હતો. મિત્રોને ચિંતા થતાં તેમણે હોટલમાં જાણ કરી હતી ત્યારબાદ માસ્ટર કીથી યુવતીના રૂમનો દરવાજો ખોલ્યો હતો. પરંતુ અંદર જોયું તો યુવતીના મિત્રો ડરી ગયા. યુવતીની લાશ પંખા પર લટકી રહી હતી. બીજી તરફ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને યુવતીના મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે. સાથે જ યુવતી હોટલમાં શા માટે રોકાઈ હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. યુવતી પારૂલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહેતી હતી. પારૂલ યુનિવર્સિટીમાં તે ફોરેન્સિક વિભાગમાં અભ્યાસ કરતી હતી.

અમદાવાદમાં પણ વિદ્યાર્થિનીની આત્મહત્યા

અમદાવાદમાં પણ બીજે મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની PGના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. ઝેરી દવા પીને વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધો છે. પ્રાથમિક તપાસમાં  વિદ્યાર્થિની માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 1 વર્ષથી તે  માનસિક તણાવની દવા લેતી હતી. આ સમગ્ર મુદ્દે હાલ શાહીબાગ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments